ભચાઉ, તા. 19 : અહીં જૈન યુવક મંડળ સંચાલિત
મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા સર્વજન હિતાર્થે નિ:શુલ્ક ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં
આવી છે. આ પરબનો લાભ લાભાર્થી પરિવાર દિવાળીબેન
હરખચંદભાઈ પોપટલાલ તરફથી લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈનચાર્યા આત્મદર્શનસૂરીશ્વરજી
મહારાજ તથા અન્ય સાધુ ભગવંત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાસ્ત્રી નરેન્દ્ર મહારાજ, દાતા કિશોરભાઈ મહેતા, ટ્રસ્ટી સતિશભાઈ મહેતા, પ્રવીણભાઈ ગાંધી, બિપિનભાઈ ભણસાલી તેમજ જૈન યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ મહેતા અને જયેન્દ્રભાઈ
શાહ હાજર રહ્યા હતા. ઉપરાંત મહાવીર અનુકંપા કેન્દ્રના સભ્યો અરાવિંદ મહેતા,
અશોકભાઈ વોરા, તુષાર કુબડિયા, ચેતન ગાંધી, ગૌતમ શાહ, પ્રકાશ શેઠ,
તીર્થ મહેતા તેમજ સંઘના સભ્યો હરિભાઈ મહેતા, કલ્પેશભાઈ
મહેતા, ભગવાનજીભાઈ વોરા, મહાસુખ મોરબિયા,
વિનોદભાઈ મહેતા અને પ્રભુભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.