મુંદરા, તા. 16 : મુંદરા
તાલુકા સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ `સારસ્વત
સંગિની' દ્વારા સમાજની મહિલા
આત્મનિર્ભર બને એ હેતુથી `ઉન્નતિ
- સંવર્ધન ઉત્સવ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે કાર્યક્રમના અધ્યક્ષા
એવમ્ મહિલા મંડળના પ્રમુખ તૃપ્તિબેન જોશી, મુંદરા નગરપાલિકા અધ્યક્ષા
રચનાબેન જોશી, સર્વે તાલુકા અને જિલ્લા મહાસ્થાન અને મહિલા મંડળના
પ્રતિનિધિઓ દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. રચનાબેન પ્રણવભાઈ જોશીનું કચ્છ જિલ્લા
ભાજપ મહિલા મોરચાના મહામંત્રી બનવા બદલ સન્માન કરાયું હતું. અખિલ કચ્છ મહાસ્થાનના પ્રમુખ
ગિરીશભાઈ જોશીએ તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દીપેશભાઈ શાત્રીએ
શુભેચ્છા આપી હતી. સમાજની દીકરીઓ દ્વારા નારીગાથાની રજૂઆત કરવામાં આવી હતી. મુંદરા
મહાસ્થાનના પ્રમુખ નરેન્દ્રભાઈ જોશીએ સંબોધનમાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ અનેક
યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા તેમજ જરૂરી માર્ગદર્શન, સરકારી
લાભ અપાવતી એજન્સીઓનો સંપર્ક જેવાં અનેક કાર્યો માટે સાથની ખાતરી આપી હતી. વડીલ છાયાબેને
બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનો વ્યાપ તેમજ યોગ દ્વારા તંદુરસ્તી વધારવા માહિતગાર કર્યા
હતા. ડો. જાનવીબેને આગળ વધવાની પ્રેરણા આપી હતી. રાશીબેન દ્વારા બેંક લોન, સરકારી યોજનાઓના લાભ વિશે સમજ અપાઈ હતી. ગાંધીધામ મહિલા મંડળની ટીમ દ્વારા
બી ટુ બીનો વ્યાપ વધે એ હેતુથી એપ લોન્ચ કરી જોડાવા અપીલ કરાઈ હતી તેમજ સુનીલભાઈ (રિટા.
કલેક્ટર) દ્વારા કોમ્પિટિટિવ પરીક્ષા માટે ક્લાસમાં જોડાવા માટે અપીલ કરાઈ હતી. મંત્રી
વાલજીભાઈ જોશી, ખજાનચી ચંદ્રકાંતભાઈ શિવ, પશ્ચિમ-પૂર્વ કરછ જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રચનાબેન જોશી,
ગાંધીધામ તા.ના પ્રમુખ બીનાબેન જયેશભાઈ પંડ્યા, મંત્રી તૃપ્તિબેન પાંધી, ઉપપ્રમુખ મીતાબેન હરિયામાણેક,
અંજાર તા.ના પ્રમુખ જિજ્ઞાબેન, સહમંત્રી પ્રીતિબેન
પંડ્યા, ભુજ તા.ના પ્રમુખ તૃષાબેન સોનપાર, મંત્રી હેતલબેન ચાબડ, માંડવી તા.ના પ્રમુખ દક્ષાબેન ધિક્કા,
મંત્રી હીનાબેન ટેવાણી, નખત્રાણા તા.ના પ્રમુખ
જયશ્રીબેન દુલે, મંત્રી ભક્તિબેન સોનપાર તેમજ કારોબારી સભ્યો
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ગીતાબેન દ્વારા અલગ-અલગ રમત રમાડવામાં આવી હતી.
મહામંત્રી હિતેશભાઈ, યુવા પ્રમુખ વિજયભાઈ, યુવામંત્રી સચિનભાઈ સહયોગી રહ્યા હતા. સંચાલન ગીતાબેન રાડિયા, હેમાંગનાબેન દ્વારા આભારવિધિ કરાઈ હતી.