ભુજ, તા. 25 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના
ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા ભુજની શાળાઓમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું અને
બાળકોને દેશભક્તિનું મહત્ત્વ સમજાવાયું હતું. ભુજની સામાજિક સંસ્થા રોયલ ફાઉન્ડેશન
દ્વારા ભુજની ઇન્દિરાબાઇ કન્યા વિદ્યાલયમાં દેશભક્તિ ગીત કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય
શ્યામ મહેતા, અનવર નોડે, ધીરેનભાઇ લાલન, નીતિનભાઇ રાવલ, કમલભાઇ કારિયા, ભરતભાઇ મહેતા, તેજસ
ક્ષત્રિયની ઉપસ્થિતિમાં દેશભાવનાનું મહત્ત્વ વ્યક્ત કરાયું હતું. બાળાઓને દેશભક્તિ
પુસ્તકો, રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું. આરતીબેન જોશી,
અલ્કાબેન પટેલ, સાયરાબેન, ચેતનાબેન, ઇવાબેન, દીપાબેન,
દીપકભાઇ, દક્ષાબેન, જ્યોતિબેન
સહયોગી રહ્યા હતા. ભુજની ભીડ ગ્રુપ શાળા નં. 3માં `આપણો ત્રિરંગો આપણી શાન' થીમ સાથે પૂર્વ નગરપતિ શંકરભાઇ સચદેના અધ્યક્ષસ્થાને માનવજ્યોતના પ્રબોધ મુનવર,
માલશીભાઇ માતંગની ઉપસ્થિતિમાં વિદ્યાથીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું
હતું. આચાર્ય આશાબેન ઠક્કર, કિરીટસિંહ ઝાલા, મુખ્ય મહેમાન શંકરભાઇ સચદે, પૂર્વીબેન ઠક્કર ઉપસ્થિત
રહ્યા હતા. રંજનબેન, ઝવેરબેન, ચંદ્રકાન્તભાઇ,
હેતલબેન, ધારાબેન, જિતેન્દ્રભાઇ,
હેતલબેન, રાજેશ્વરીબેન વિ. સહયોગી રહ્યા હતા.