• રવિવાર, 23 નવેમ્બર, 2025

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ જીતવા કામે લાગો

ભુજ, તા. 22 : જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક ભુજ ખાતે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કારોબારી બેઠકને સંબોધતા શ્રી હુંબલે કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી સુધારણા કામગીરી હાથ ધરાઇ છે. કચ્છ જિલ્લો વસ્તીની દૃષ્ટિએ મોટો તથા અંતરિયાળ છે, ત્યારે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, બી.એલ.ઓ. સાથે રહી મતદારો સુધી પહોંચી મતદારયાદીની ચકાસણી કરી કોઇ પણ મતદાર બાકાત ન રહે તે માટે જાગૃત બની કામ કરે તેવું આહ્વાન કર્યું હતું. કારોબારી બેઠકમાં આગામી સંગઠન ગ્રામ સમિતિ, બૂથ સમિતિ પર પાંચ લોકોની નિમણૂક તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ અત્યારથી જ કામે લાગી જવા આદેશ કરાયો હતો. કચ્છના નર્મદાનાં પાણી, મંદ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો, માલધારી, મહિલાઓ, બેરોજગાર યુવાનોના મુદ્દે આંદોલન લાવવા આહ્વાન કરાયું હતું. કારોબારી બેઠકમાં રામદેવસિંહ જાડેજા, ભીખાભાઇ રબારી, પુષ્પાબેન સોલંકી, અરવિંદ ગઢવી, રાજેશ ત્રિવેદી, વિશનજી પટેલ, ગની કુંભાર, ડો. રમેશ ગરવા, અલ્પેશ ચંદે, ખેરાજ ગઢવી, એચ.એસ. આહીર, રાણુભા જાડેજા, પન્નાભાઇ રબારી, ઉમર સમા, હરિસિંહ રાઠોડ, પ્રેમસંગ સોઢા, સંજય કેનિયા, હાસમ સમા, વિભાભાઇ રબારી, ઇલિયાસ ઘાંચી, મનીષ ભાટિયા, રજાકભાઇ ચાકી, ભાણાભાઇ ડાંગર, આયશુબેન સમા, વંકાભાઇ રબારી, વેરશીભાઇ મહેશ્વરી, ભરત મયાત્રા, મીઠુભાઇ મહેશ્વરી, યુવરાજસિંહ વાઘેલા, રાજેશ આહીર, શંભુ ડાંગર, વિરમ ગઢવી, યોગેશ પોકાર, વિશાલ ગઢવી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પી.સી. ગઢવીએ અને આભારવિધિ કિશોરભાઇ ગઢવીએ કરી હતી. એવું પ્રવકતા હુશેન રાયમાની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd