ભુજપુર, તા. 5 : મુંદરા તા.નાં ભુજપુરમાં તાજેતરમાં ભુજપુર જિ. પં. સીટ હેઠળનાં
રૂા. 74 લાખનાં કામોનું ખાતમુહૂર્ત
કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા તેમનાં વક્તવ્યમાં જળસંચય અને પર્યાવરણ જતનનાં
કાર્યમાં જોડાઈ જવા હાકલ કરાઈ, સાથે
સાથે કોરોના સમયમાં સેવા કરનારા તબીબો, અંગદાન, પર્યાવરણ, વિવિધ ક્ષેત્રે રોજગારી ઊભી કરનારા તેમજ સમાજસેવકોનું
બહુમાન કરાયું હતું. ભાજપ પરિવાર દ્વારા સ્નેહમિલન અંતર્ગત ખાતમુહૂર્ત અને આત્મનિર્ભર થીમને સાંકળીને
અહીનાં સોનલધામ વાંકરાઇ મંદિર સંકુલમાં આયોજિત સમારોહમાં લોકસાહિત્ય રજૂ થવા સાથે આત્મનિર્ભર
વિષય સાથે 45 સ્પર્ધક સાથેની
રંગોલી સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ મહેમાન જિ. પં. પ્રમુખ જનકાસિંહ જાડેજાએ
આયોજનને બિરદાવ્યું હતું. જ્યારે વિશેષ અતિથિ અંગદાન પ્રણેતા દિલીપદાદા દેશમુખે જણાવ્યું હતું કે, આવાં આયોજનથી બીજાને પ્રેરણા મળશે. જિ. પં. પૂર્વ કારો. ચેરમેન અને સદસ્ય મહેન્દ્રભાઈ
ગઢવીએ તાલુકામાં જળસંચયનાં કાર્યનો વિચાર અને સફળતા સુધીની ગાથા વર્ણવતાં કહ્યું કે,
એક સમયે 400 ફૂટે પાણી
નહોતાં, કરોડો વર્ષનું ભૂતળનું પાણી ખૂટાડી નાખ્યું
હતું, પણ હવે રિચાર્જ બોરનાં સારાં પરિણામ મળી રહ્યાં છે. દાનવીર
અને ગ્લોબલ કચ્છનાં અગ્રેસર ગાવિંદભાઈ ભાનુશાલીએ પર્યાવરણનું કાર્ય એ ઈશ્વરનું કાર્ય
ગણાવીને સૌને આ કાર્યમાં જોડાઈ જવા અપીલ કરી અને ઉમેર્યું કે, ભાવિ પેઢીને 1500-2000ના
ટીડીએસનાં પાણીથી બચાવવી પડશે. આ પહેલાં, મુંદરા તા. ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજાએ આવકાર
આપ્યો હતો. જિ. પં. સદસ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા,
દેવશી પાતારિયા, તા. પં. પ્રમુખ મહિપતાસિંહ જાડેજા,
ઇન્ચાર્જ પ્રમુખ સોમાભાઈ રબારી, કા. ચેરમેન યુવરાજાસિંહ
જાડેજા, સર્વસેવા સંઘ અધ્યક્ષ જિગર તારાચંદ છેડા, તા. પં. સદસ્ય રતન ગઢવી, નારાણ સાંખરા, ભુજપુર સરપંચ લક્ષ્મીબેન નંજાર, તા. ભાજપ મહામંત્રીઓ
માણેક ગિલવા, જિજ્ઞેશ હુંબલ, સહકારી આગેવાન
મહેન્દ્રાસિંહ જાડેજા `જામ', ગ્લોબલ કચ્છના વરિષ્ઠ કમિટી સદસ્ય અરુણ જૈન,
વિવિધ ગામોના સરપંચો, ભાજપના વર્તમાન અને પૂર્વ
હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બહુમાન કાર્યક્રમમાં કોરોના દરમિયાન સેવા કરનારા
નિષ્ણાત ડાયાબીટોલોજિસ્ટ ડો. જગદીશ હાલાઇ, દેશલપરના અંગદાન કરનારાં
સદ્ગત હાંસબાઈ મગન મહેશ્વરીના પુત્ર મહેશભાઈ, નવીનભાઈ અને ચંદ્રકાંતભાઈ
થૈયા, આનંદબા પી. સોઢા, ડાયાભાઈ ગેલવા,
વાંછિયા સાખરા, શામજી થારૂ, ભારૂ મૂલજી ગેલવા, વિજય છેડા વતી કિરીટ સોની,
પ્રતાપાસિંહ વાઘેલા, મૂરજી મારવાડા, નારાણ મારવાડા, પૂંજા મારવાડા, દેવજી મારવાડા, કરશન મારવાડા, શિવજી મારવાડા, રાહુલ મારવાડા, નયન મારવાડા, દિનેશ
મારવાડા, સવજી મારવાડા, વિનોદ મારવાડા,
સામજી મારવાડા, ગોપાલ પૂંજા ગેલવા, સુરા હરજી ગિલવા, નારાણ સામરા ગેલવા, પ્રવીણ જસાણી, પુનશી હરજી ગેલવા, હીરાલાલ પટેલ, અરજણ ગિલવા, ખીમરાજ
વરમલ, સામરા રવિયા, દિનેશ આહીર,
ધર્મક્ષેત્રે આત્મનિર્ભરતા માટે રબારી વરજાંગ રામા ભુવાજી (વાંકોલ ધામ,
ભોપાવાંઢ) સાથે આસપાસનાં કામોના પૂજારીઓ અને ભુવાજીઓ, રામ કરસન શેડા, પાલુભાઈ શેડા, યતીન મારૂ, નવીન
દેઢિયા, 20થી વધુ વખત રક્તદાન કરનારા રાજદે રામાણી, ડાયાભાઈ કાકુ શાખરા અને સવરાજ સેડા, મામલ માતા ભાવિક સંઘ, દાતા ઠાકરશીભાઈ શેઠિયા વતી કેશવજી પદમશી ગોગરી તેમજ ગૌસેવા માટે રમણીકગિરિ સહિત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું વિશિષ્ટ
સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન જયેશદાન ગઢવીએ કર્યું હતું.