• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ગાંધી શિલ્પ બજારમાં 40થી વધુ કારીગર જોડાયા

ભુજ, તા. 5 : ભુજ હાટ ખાતે `ગાંધી શિલ્પ બજાર'નું આયોજન કરાયું હતું, જેમાં હસ્તકલા અને હેન્ડલૂમના 40થી વધુ કારીગરે ભાગ લીધો હતો. તા. 7/11 સુધી આયોજિત આ બજારનું સાંસદ વિનોદભાઇ ચાવડા, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ભુજ નગરપાલિકા ચેરમેન મહિદીપસિંહ જાડેજા, માજી ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, પ્રફુલ્લસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ અશોકભાઇ હાથી, ચંદનસિંહ રાઠોડ વિ. દ્વારા કરાયું હતું.આ આયોજનમાં ભાગ લીધેલા કારીગરોને ભારત સરકાર હસ્ત મંત્રાલય, નવી દિલ્હી દ્વારા આવવા-જવાનું ભાડું તેમજ તમામ દૈનિક ભથ્થું અપાશે. બજારમાં કારીગરોને નિ:શુલ્ક સ્ટોલ ફાળવવામાં આવે છે તેમજ પાર્કિંગ તેમજ પ્રવેશ પણ નિ:શુલ્ક છે, જેથી જાહેર જનતા આ બજારનો લાભ મેળવી શકે  તેથી કારીગરોને પ્રોત્સાહન મળે. ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ વિનોદભાઇએ `વોકલ ફોર લોકલ'નાં સૂત્રને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચંદ્રકાંતભાઇ ગોરડિયા, ગાભુભાઇ વણકર, ભરતભાઇ બડગા, ઓફિસ ઓફ ડેવલપમેન્ટ કમિશનર કચેરીના અધિકારી આશુતોષજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ `ગાંધી શિલ્પ બજાર' જિલ્લા લેવલે ઓફિસ ઓફ ધી ડેવલપમેન્ટ કમિશનર ઓફ હેન્ડીક્રાફટ, ન્યૂ દિલ્હી, વત્ર મંત્રાલય, ભારત સરકાર પ્રાયોજક છે તેમજ આયોજન કચ્છ કલ્યાણ ટ્રસ્ટ, ભુજ દ્વારા કરાયું છે. કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ દાદુજી સોઢાએ કરી હતી. 

Panchang

dd