• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

આહીરપટ્ટીનાં ગામોમાં ખેતમજૂરોની અછત

રાયધણપર (તા. ભુજ), તા. 5 : તાલુકાની આહીરપટ્ટીનાં ગામડાંઓમાં ખેતીવાડીમાં કામની સિઝન ચાલતી હોઈ ખેતીકામ સાથે સંકળાયેલા લોકોની તીવ્ર અછત જોવા મળી રહી છે.  એક તરફ કપાસ વીણવાની સિઝન છે, તો બીજીતરફ શિયાળુ પાકનું વાવેતરમાં ઘઊં, રાયડો, રંજકો જેવા પાકો ઊભા કરવાની કામગીરી ચાલે છે. ખેતીકામથી સંકળાયેલા મજુરવર્ગ ધીમે-ધીમે શહેરો તરફ અન્ય કામોમાં વળી જતાં ખેતી સંલગ્ન કામ માટે શ્રમજીવી વર્ગની ભારે અછત ઊભી થઈ છે. પશુપાલન ક્ષેત્રે પણ ગાયો-ભેંસો ચરાવવા, દોહન કરવા માટે અનુભવી શ્રમજીવી વર્ગની પણ ભારે અછત જોવા મળે છે. માવઠું, ઈયળ રોગ, મોંઘવારી જેવી સમસ્યાઓનો પડકાર ઝીલતા ખેડૂતવર્ગ માટે શ્રમજીવીઓની અછત પણ એક વધારાના સ્વરૂપે સમસ્યા છે. 

Panchang

dd