• ગુરુવાર, 13 માર્ચ, 2025

યુવાનો વ્યસનથી દૂર રહે એ સમાજ માટે જરૂરી

ભુજ, તા. 9 : ભુજ લોહાણા મહાજન - લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં આચાર્ય મહાશ્રમણજીએ યુવાનોને વ્યસનમુક્તિનો સંદેશ આપી માંગલિક સૂત્રો તથા આશીર્વચન પાઠવ્યા હતા. મહાજનવાડી ખાતે આચાર્યનું સ્વાગત મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, મંત્રી હિતેશભાઇ ઠક્કર, ખજાનચી મૂળરાજભાઇ ઠક્કર તથા કારોબારી સભ્યો દ્વારા કરાયું હતું. મહાજનના ઉપપ્રમુખ તથા ખજાનચીએ મહાજનની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા હતા. હર્ષદભાઇ ઠક્કર, વિરાગભાઇ શેઠ, ગાવિંદભાઇ ઠક્કર, જયસુખભાઇ માણેક, કિશોરભાઇ ઠક્કર, દિલીપભાઇ ઠક્કર, બાલકૃષ્ણભાઇ ઠક્કર, હરેન્દ્રભાઇ ઠક્કર, ધીરજભાઇ ઠક્કર, રશ્મિકાંતભાઇ ઠક્કર, અમૂલભાઇ ગણાત્રા, મનીષભાઇ ઠક્કર, પ્રફુલ્લભાઇ રાયમંગ્યા વિ.એ આચાર્યશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. આચાર્યએ ઉપસ્થિત સર્વેને માંગલિક સૂત્રો તથા આશીર્વચન પાઠવ્યા હતા અને યુવાનો વ્યસનથી દૂર રહે તે માટે વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ભુજ લોહાણા મહિલા આશ્રમની મુલાકાત લેવા અને માતાઓ - બહેનોને આશીર્વચન પાઠવવા રજૂઆત મહિલા આશ્રમના પ્રમુખ હર્ષદભાઇ ઠક્કર દ્વારા કરાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd