નલિયા,તા 11: અબડાસા તાલુકાનાં તેરા અને
કોઠારા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળની કુલ 6312 અરજીનો સ્થળ પર જ નિકાલ કરવામાં
આવ્યો હતો. આ કેમ્પમાં સૌથી વધુ ડયુમિંગની
4066, કૃત્રિમ બીજદાનની 1140, આરોગ્ય તપાસની 232, આધારકાર્ડની 190 અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ
યોજનાની 114 અરજીનો નિકાલ કરાયો હતો. આ
ઉપરાંત રાશનકાર્ડ, 7/12ના ઉતારા અને પશુ સારવારની
કામગીરી પણ હાથ ધરાઈ હતી. તેરામાં મામલતદાર એ.આર. નિનામા અને કોઠારામાં તાલુકા વિકાસ
અધિકારી સુનિલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિજ્ઞેશ પરમાર, નિખિલ ટાંક, તુષાર વ્યાસ,
સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી, ત્રિકમભાઈ પરગડું સહિત
વિવિધ વિભાગના સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તમામ અરજીઓનું સો ટકા નિરાકરણ આવતાં
લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.