જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 11 : માંડવી તાલુકાના પંચરંગી વસ્તી
ધરાવતા આ ગામે અંબાજી મંદિરના ચંદુમાની પ્રેરણાથી અને સ્વ. વિજયભાઇ વલ્લભભાઇ આડઠક્કરના સ્મરણાર્થે
માતુશ્રી ઉષાબેન વિજયભાઇ આડઠક્કરના પુત્રો દીપકભાઇ આડઠક્કર તથા હિરેનભાઇ આડઠક્કર પરિવાર
દ્વારા ગઢશીશા ગામના સનાતન હિન્દુ સમાજના સાથ-સહકારથી
પ્રખર ભાગવત કથાકાર જિજ્ઞેશ દાદા (રાધે-રાધે)ના વ્યાસાસને આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો
પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે
સવારે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ગજરાજ, બેન્ડ પાર્ટી, ભજન
મંડળી, નાના બાળકો અને લોકોને માટે આકર્ષક વેશભૂષા તથા અન્ય આકર્ષણોએ
રંગત જમાવી હતી. કથાના પ્રથમ દિવસે સમગ્ર ગઢશીશાના તમામ હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો
પોતાના વ્યવસાયો બંધ રાખી પોથીયાત્રામાં જોડાયા હતા, તો મુસ્લિમ
સમાજના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ચંદુમા તથા વક્તા જિજ્ઞેશદાદા
તથા સમગ્ર પોથીયાત્રા પર પુષ્પવૃષ્ટિ કરી કોમીએકતાનો અદ્ભુત દાખલો બેસાડયો હતો. બપોર
પછીના સત્રમાં વ્યાસપીઠ પરથી મંગલાચરણ કરતાં વક્તા જિજ્ઞેશ દાદાએ ભાગ્યમાં હોય તો જ
ભાગવત કથાનું શ્રવણ થાય તેમ જણાવ્યું હતું. સંતોના સંગ વિના પ્રભુ સાથે પ્રીતિ થાય
છે તેમ જણાવી સાચા સાધુની વ્યાખ્યા જણાવી હતી અને સાધુ બનવા વત્રો નહીં પણ સ્વભાવ બદલવા
જણાવ્યું હતું. પ્રથમ દિવસની કથામાં હિંગરિયા હરિસાહેબ આશ્રમના કલ્યાણદાસજી બાપુ,
કોટેશ્વર મહંત દિનેશગિરિજી બાપુ, ધારાશાત્રી હરીશભાઇ
ગણાત્રા, જિ. ભાજપના અગ્રણી દિનેશભાઇ ઠક્કરે હાજરી આપી હતી. કથા
ગુરુવારથી સવારના 9થી 1 દરમ્યાન યોજાશે.