દહીંસરા (તા. ભુજ), તા. 25 : તાલુકાના
વડઝર-ઝુમખા ગામે હિંસક જંગલી જાનવર ગુનાર આવી ચઢતાં નારાણપરના જીવદયા ગ્રુપે રેસ્કયૂ
કરી જંગલ ખાતાની મદદ સાથે પાંજરે પૂર્યું હતું. આ હિંસક ગુનાર જેને અંગ્રેજીમાં (ઇંજ્ઞક્ષયુ
ઇફમલયિ) તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ
કરીને દટાયેલા મૃતદેહોને કાઢી લેનારું આ પ્રાણી ગામમાં આવી જતાં લોકોમાં ભય ફેલાયો
હતો. આ જાનવર અંગે નારાણપરના જીવદયા ગ્રુપના સચિનભાઇ રાજપૂતની ટીમને જાણ કરાતાં તેમની
ટીમ રેસ્કયૂ કરવા આવી પહોંચી હતી અને જંગલ ખાતાના ફોરેસ્ટર એમ.પી. આહીર અને શ્રી સરગોહિયા,
વિષ્ણુભાઇ પિત્રોડા, વાલજી પિંડોરિયા, મહેશ વેકરિયા તેમજ બંને ગામના લોકો જોડાયા હતા. લોકોની ભીડ વચ્ચે આ જંગલી જાનવરને
મહામહેનતે પકડી પાંજરે પૂરી જંગલ ખાતાના અધિકારીને સોંપ્યું હતું.