આદિપુર, તા. 25 : વ્યક્તિમાં રહેલી વિવિધ પ્રતિભાઓને
બહાર લાવવા યોજાતી વિવિધ સ્પર્ધાઓ પૈકી રાજ્ય સરકાર આયોજિત ગાંધીધામ મહાનગરપાલિકાના
ત્રણ ઝોનની કલામહાકુંભની સ્પર્ધાઓ સંપન્ન થઇ હતી,
જેમાં કુલ્લ 765 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેના વિજેતા હવે ઉચ્ચ કક્ષાએ ભાગ લેશે.
બે દિવસીય કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉદ્ઘાટા એવા ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ
ગોરધનભાઈ પટેલ, હોદ્દેદારો કિશોરભાઈ મકવાણા,
અરૂણભાઈ શાહ, પ્રેમચંદભાઈ મહેતા, પૂર્વ કચ્છ શિક્ષણાધિકારી કચેરીના વડા અશ્વિનસિંહ વાઘેલા અન્ય અધિકારીઓ ઉપસ્થિત
રહી સ્પર્ધકોની પ્રતિભા બિરદાવી હતી. સંચાલન ડો. પ્રીતિ સુંબડ અને મનસુખ ચૌહાણ,
આભારવિધિ આચાર્ય એ.ડી. બરાસરાએ કરી હતી. નિર્ણાયકો તરીકે નીતા વિધાણી,
રાધિકા ટાંક, નિરાલી પંડયા, વસંત ગઢિયા, ચૈતાબેન વરુ, દિવ્યજ્યોતિબા
ચુંડાવત, ડો. પ્રીતિ સુંબડ, પ્રદીપ જોશી,
રાજુ ઉત્સવ, સ્વાતિ મહેતા, ધર્મેશ ચિત્રોડા, કૌશલ છાયા, તપન
ઠક્કર, જયશ્રીબેન ચૂડાસમા, યોગિતા ચાવડા
વિ.એ સેવા આપી હતી. - સ્પર્ધાના વિજેતા : ગાંધીધામ સ.વ.પ. ગુજરાત વિદ્યાલયમાં યોજિત સ્પર્ધાઓમાં વયજૂથ
6થી 14 વર્ષમાં, ત્રણે
ઝોનમાં વક્તૃત્વમાં જુહિતા હેમંત ટાંક, દિવ્ય રાજલ, હીર કટેરા, નિબંધમાં ફોરમ કુડારિયા, સિદ્ધાર્થ બી. ગોહિલ, ચિત્રકલામાં જાનવી મનદીપ,
વિહાના એસ. ત્રવાડિયા, પંકજા અમૃતલાલ રાજગોર,
ભરત નાટયમમાં હેત્વી જેઠવા, એકપાત્રીય અભિયનમાં
નવ્યા ખુશાલ ટાંક, માન્યા મનીષ સથવારા, લોકનૃત્યમાં લર્નર્સ એકેડેમી, કિડાણા કન્યા પ્રા. શાળા.
રાસમાં અંજાર એજ્યુ. સોસાયટી, પ્રાચીન ગરબામાં માર્ગમ ડાન્સ એકેડેમી,
સુગમ સંગીતમાં પરિતા રાજેશ સોલંકી, નિષ્ઠા મયૂર
પૂજારા, સમૂહગીતમાં સેવી સ્કૂલ, અમરચંદ
સિંધવી સ્કૂલ, લોકગીતમાં કીર્તિ અમૃતલાલ રાજગોર, પ્રજાપતિ દિવ્યા જીવરામ, તબલાંમાં શ્યામ હિતેશ ચોકસી,
જતિન રાજીવ ઠક્કર, મહેશ્વરી ખુશાલ મનજી,
હાર્મોનિયમ (હળવું)માં આન્યા રવિ ભટ્ટ, મકવાણા
વત્સલ જિજ્ઞેશ, ભજનમાં રુદ્ર જયમીન પંડયા, મિશ્રી ઠક્કર, અનન્યા કુમારી અને લગ્નગીતમાં કિશ્વી નીરવ
ઠક્કર તથા દુર્વા નરેન્દ્ર ગઢવી વિજેતા થયા હતા. ત્રણે ઝોનમાં વયજૂથ 15થી 20માં વક્તૃત્વમાં કિંજલ રામજી ચાવડા, ઝલક ગઢિયા, સમર પ્રસાદ,
નિબંધમાં કલાલદર્શ સંગીતા, રમીલા વી. ગોહિલ,
કીર્તિકા શર્મા, ચિત્રકલામાં શર્મા આયુષી,
અન્વેષા દાની, જાનવી કૈકુ, એકપાત્રીયમાં ટુડિયા કીર્તિ સુરેન્દ્ર, મન્સુરી જિન્નત,
ફિરોજખાન, તનિષ્ઠા મહાવર, લોકનૃત્યમાં કેપીએસ ચિલ્ડ્રન, સેવી સ્કૂલ, રાસમાં સેવી સ્કૂલ, અર્વાચીનમાં કેપીસ્કૂલ ચિલ્ડ્રન,
લગ્નગીતમાં ઠક્કર ઝલક ભરત, સંજોટ વર્ષા દેવશી,
સમૂહગીતમાં ઉત્તમ સેકન્ડરી સ્કૂલ, સેવી સ્કૂલ,
લોકગીતમાં પરમાર કિંજલ કરસન, તાવી મયૂરી વિજય,
તબલાંમાં નમ્ર રવિ ભટ્ટ, ગોસ્વામી કાવ્યપુરી લક્ષ્મણપુરી,
યુવરાજ ધર્મેન્દ્ર પરમાર, હાર્મોનિયન (હળવું)માં
હડિયા રાધિકા અમૃતલાલ, ઋત્વિક વિનોદ કારિયા, ભજનમાં હરિન મેહુલ ગજ્જર, બારોટ નરેન્દ્ર મુકેશ,
ભરતનાટયમમાં સોલંકી પ્રિયેશ, ધ્રુવાંશી દક્ષેશ
ચૌહાણ, સુગમ સંગીતમાં અનન્યા પિલ્લાઈ, ઋતુ
જોસેફ કાંય પ્રથમ વિજેતા થયા હતા. વયજૂથ 21થી 59 વર્ષમાં એકપાત્રીયમાં
અર્ચના, દીક્ષિત, લોકનૃત્યમાં
નાટયાલય ડાન્સ, અર્વાચીન ગરબામાં માર્ગમ ડાન્સ, સુગમ સંગીતમાં યામિની બાબાની, લગ્નગીતમાં ભાવના એમ. ચૌહાણ,
લોકગીતમાં પ્રવીણ બી. પરમાર, ભજનમાં પૂજા આણદા
સોલંકી વિજયી થયા હતા.