• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

પંજાબી ગાયક દિલજીત દોસાંઝ લખપત ગુરૂદ્વારામાં નતમસ્તક

પંજાબી સંગીત અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અપાવનારા વિશ્વવિખ્યાત ગાયક, અભિનેતા દિલજીત દોસાંઝે કચ્છનું નમકાચ્છાદિત સફેદ રણ  નિહાળ્યા બાદ બુધવારે ઐતિહાસિક ગુરૂદ્વારા લખપત સાહિબની મુલાકાત લઈ શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી ગુરૂ સાહિબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શીખ ધર્મના પ્રથમ ગુરૂ નાનકદેવજીના પાવન ચરણસ્પર્શથી પવિત્ર બનેલા આ ઐતિહાસિક ધર્મસ્થાનના આધ્યાત્મિક મહિમા અને ગૌરવશાળી વિરાસત વિશે જાણીને દોસાંઝ અભિભૂત થયા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલજીત દોસાંઝ સાથેના સંવાદ દરમિયાન પણ લખપત સાહિબના ઐતિહાસિક મહત્ત્વનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા દોસાંઝનું સ્વાગત કરાયું હતું. સમિતિના જુગરાજાસિંહ(રાજુભાઈ સરદાર), જગતારાસિંહ ગિલ, સૌદાગરાસિંહ, રણજિતાસિંહ સૈની, નિર્મલજિતાસિંહ, સુખચૈનાસિંહ, ગુરપ્રીતાસિંહ, હરનામાસિંહ સહિત સમિતિના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર :વિશ્વનાથ જોષી) 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd