અમદાવાદ, તા.25 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નૂતનવર્ષ નિમિત્તે પત્રકાર
સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રીએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવીને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અને નશામુક્ત ભારતના સંકલ્પને મિડિયા જગત અને
સરકારના સંકલનથી સાકાર કરવાનું આહ્વાન કર્યુ હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર માટે પત્રકારો ક્યારેય અલગ ન હોઈ શકે.સરકાર માટે ટીકા એ ટોનિક સમાન છે.સરકાર અને પત્રકારો વચ્ચે પરસ્પર સંવાદ, સહકાર અને રચનાત્મક અભિગમ લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.2047
0pt;line-height:115%;
font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાનનું
વિઝન અને નશામુક્ત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીએ.વિકસિત ભારતના નિર્માણમાં અહીં ઉપસ્થિત સૌની બેવડી જવાબદારી છે.એક તરફ પોતે કાર્ય
કરવાની અને બીજી તરફ સમાજના અન્ય નાગરિકોને પણ આ દિશામાં કાર્ય કરવા માટે પ્રેરિત કરવાની
જવાબદારી છે.વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,
મંત્રીમંડળના સભ્યો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય
જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના
નેતૃત્વમાં રાજ્ય સરકાર અને પત્રકારો `ટીમ ગુજરાત' તરીકે સાથે મળીને રાજ્યને વધુ મજબૂત બનાવવા કાર્યરત છે.પત્રકારો માત્ર ટીઆરપી
માટે નહીં પરંતુ ગુજરાત અને તેના નાગરિકોના હિતમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું
અને સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરવાનું અત્યંત જવાબદારીભર્યું માધ્યમ બન્યા છે.કોઈ
ક્ષતિ જણાય તો જરૂરથી ધ્યાન દોરવું પરંતુ રાજ્ય કે નાગરિકોના હિતને નુકસાન ન થાય તે
રીતે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ.