• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

સિંધોડીની પવનચક્કીમાંથી થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો

ભુજ, તા. 25 : બે દિવસ પહેલાં અબડાસાના સિધોડીની સીમમાં પવનચક્કીમાંથી થયેલી વાયર ચોરીમાં બે આરોપીને ચોરાઉ મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. જ્યારે અન્ય એક વાયર ચોરીની ફરિયાદ કોઠારામાં નોંધાઇ છે. કોઠારા પંચાયતના કમ્પાઉન્ડમાંથી રૂા. 1.70 લાખના વાયરની ઉઠાંતરી કોઇ અજાણ્યા ચોર ઇસમ દ્વારા કરાઇ છે. ગઇકાલે જખૌ મરીન પોલીસ મથકે સિકયુરિટી સર્વિસના ફિલ્ડ સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 23-11ના સાંજ પહેલાં કોઇપણ સમયે સિંધોડી સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી કેબિનનું તાળું તોડી તેમાંથી બે બસબાર તથા આશરે 65 કિ.ગ્રા. કોપર વાયરની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા છે. દરમ્યાન અબડાસા વિસ્તારમાં એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી  હતી કે, સિંધોડીમાંથી થયેલી ચોરીના આરોપીઓ મુદ્દામાલ સાથે હાલે સિંધોડીથી વાંકુ તરફ જતા રસ્તે બાવળોની ઝાડીમાં હાજર છે. આ બાતમીના આધારે એલસીબીએ વસંત મૂરજી કોલી (આરીખાણા) અને આરીફ નૂરમામદ સાટી (સુથરી)ને ચોરાઉ મુદ્દામાલ વાયરાના ટુકડા આશરે 70 કિ.ગ્રા. કિં. રૂા. 56000, બાઇક નં. જી.જે.-12-બી.કે.-9394 કિં. રૂા. 30,000 તથા ડિસમિસ અને ઇલેકિટ્રક કટર- પકડ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. બીજી તરફ  ગત તા. 6-8થી 7-8 દરમ્યાન કોઠારા પંચાયતના કમ્પાઉન્ડમાંથી પાણી પુરવઠાએ પંચાયતને આપેલો કોપર વાયર આશરે 480 મીટર જેની  કિં. રૂા. 1,70,000ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ આજે તલાટી-સહમંત્રીએ કોઠારા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd