• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ઇન્ડિયા જિનિયસ ચેલેન્જમાં ભુજના છાત્રની રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ

ભુજ, તા.25 : પ્રતિભા ક્યારેય ઉંમરની મોહતાજ હોતી નથી, એ વાત ભુજના 14 વર્ષીય વિદ્યાર્થી હેત સ્મિત દોશીએ ઇન્ડિયા જિનિયસ ચેલેન્જમાં રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધ કરી બતાવી છે.આ રાષ્ટ્રીય સ્પર્ધામાં બુદ્ધિમત્તા, એકાગ્રતા અને સતત સાધનાના બળે તેણે સમગ્ર ભારતમાં 10મો ક્રમ પ્રાપ્ત કરી ભુજ અને કચ્છનું નામ રાષ્ટ્રીય ફલક પર અંકિત કર્યું છે. દેશનાં 28 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 2,700થી વધુ શહેરમાંથી કુલ 64,837 વિદ્યાર્થીએ ઇન્ડિયા જિનિયસ ચેલેન્જમાં ભાગ લીધો હતો.પ્રાથમિક તબક્કાઓમાંથી ચયન પામી શ્રેષ્ઠ 500 વિદ્યાર્થીને દિલ્હી ખાતે યોજાયેલી ગ્રાન્ડ ફિનાલે માટે નિમંત્રણ મળ્યું હતું.આ સ્પર્ધાત્મક ફિનાલેમાં હેતે પોતાની પ્રતિભા, ત્વરિત નિર્ણયશક્તિ અને આત્મવિશ્વાસના આધારે ભારતમાં 10મો રેન્ક હાંસલ કર્યો હતો.દિલ્હી ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં હેતને ઉદ્યોગસાહસિક, લેખક અને વક્તા અંકુર વારિકૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ ક્ષણ માત્ર હેત માટે જ નહીં, તેના પરિવાર, શિક્ષકો ભુજ અને કચ્છ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી.હેતની આ સિદ્ધિ કોઈ એક દિવસની સફળતા નથી, પરંતુ મહેનત, લગન, શિસ્ત અને સતત પ્રયત્નોની પરિપક્વ ફલશ્રુતિ છે.ઇન્ડિયા જિનિયસ ચેલેન્જ જેવી રાષ્ટ્રીય સ્પર્ધામાં મળેલી આ સફળતાએ ભુજ અને કચ્છના અનેક વિદ્યાર્થીઓને નવો ઉત્સાહ, નવી દિશા અને નવી પ્રેરણા આપી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang