• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ગાંધીધામના જગજીવનનો જર્જરિત ટાંકો લોકો માટે જોખમી

ગાંધીધામ, તા. 25 : શહેરનો જગજીવનનો  જર્જરિત પાણીનો ટાંકો લોકો માટે જોખમી બની ગયો છે અગાઉ ટાંકાને મરામત કરવામાં આવી હતી હાલના સમયે ટાંકો સાવ જર્જરીત છે. ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આ ટાંકા બાબતે કોઈ નિર્ણય તે જરૂરી બન્યું છે.  જગજીવનના પાણીના ઓવર હેડ ટાંકાથી અનેક વિસ્તારોમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હતું અહીં અન્ય એક પણ ઓવરહેડ ટાંકો છે તેવામાં જૂનો ટાંકો અત્યંત જર્જરીત થઈ ગયો છે. તત્કાલીન નગરપાલિકા સમયે ટાંકાની મરામત કરવામાં આવી હતી ત્યાર પછી હાલના સમયે ટાંકો સાવ જર્જરીત અવસ્થામાં છે. પોપડા પડી રહ્યા છે લોખંડ દેખાઈ રહ્યું છે ટાંકાની સ્થિતિ અત્યંત ખરાબ છે. ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ગંભીર અકસ્માત સર્જવાની ભેતી ઊભી થઈ છે. ટાકો બિન ઉપયોગી છે. હાલના સમયે નવા ઓવર હેડ ટાંકામાંથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારની બાજુમાં આ જર્જરીત ટાકો છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા ટાકાને તોડી પાડવો જરૂરી બની હોય છે.  સૂત્રો ના કહેવા મુજબ આ જર્જરિત ટાંકાને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવાની છે. અગાઉ ટેન્ડર પ્રક્રિયા થયું હોવાનું કહેવાય રહ્યું છે પરંતુ હાલના સમયે આ ટાંકાની સ્થિતિ અત્યંત ખરાબ છે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તાકીદે નિર્ણય લઈને કોઈ અકસ્માત સર્જાય તે પહેલા ટાંકો તોડી પાડવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd