• સોમવાર, 16 નવેમ્બર, 2026

`વોટચોર' નારા પર રાજકીય ઘમસાણ

નવી દિલ્હી, તા. 15 : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં `ભારત સમિટ'નાં સમાપન વેળાએ ઈટાલીના નેતા જિયોકોમો ફિલિબેકે લગાવેલા કોંગ્રેસના `વોટચોર ગદ્દી છોડ'ના નારા પર બીજા દિવસે રવિવારે રાજકીય ઘમસાણ સર્જાયુ હતું. આ નારા પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તાળી વગાડે છે, તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો પર રાહુલનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ સવાલ કર્યો હતો કે, જ્યારે કોઈ વિદેશી ભારતનું અપમાન કરે છે, ત્યારે કોણ હસે છે? હૈદરાબાદમાં કોંગ્રેસની ધ ભારત સમિટ 2026ના અંતિમ દિવસે ઈટાલીના એક નેતા જિયાકોમો ફિલિબેકે `વોટચોર ગદ્દી છોડ'ના નારા લગાડતાં વિવાદ શરૂ થયો હતો. ભાજપે કહ્યું હતું કે, વિદેશી રાજનીતિક પ્રતિનિધિઓ દ્વારા આવી રીતે ભારતના આંતરિક મામલામાં ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી અને આવી હરકતની નિંદા કરવામાં આવે છે. પાર્ટી ઓફ યૂરોપિયન સોશિયાલિસ્ટના મહાસચિવ ફિલિબેકે કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, ભારતમાં લોકતંત્ર જોખમમાં છે, જેની રક્ષા કરવાની જરૂરિયાત છે. આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધી ઉપર ભારતના આંતરિક મામલામાં વિદેશી નેતાઓનો હસ્તક્ષેપ કરાવવાનો આરોપ મુક્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd