• સોમવાર, 16 નવેમ્બર, 2026

ભારતથી ન્યૂયોર્કની યાત્રા થશે ફરી આસાન : 17 કલાકમાં પહોંચાશે

નવી દિલ્હી, તા.15 : એર ઈન્ડિયાએ ભારત અને અમેરિકા વચ્ચે હવાઈયાત્રા કરનારા પ્રવાસીઓને મોટી રાહત આપતાં ભારત-ન્યૂયોર્ક વચ્ચે સંચાલિત તમામ ચાર રૂટ પર નોન-સ્ટોપ ઉડાન સેવા ફરી શરૂ કરી છે. દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેએફકે) અને નેવાર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ (ઈડબલ્યુઆર) માટે સીધી સેવા બહાલ કરવામાં આવી છે. હવાઈક્ષેત્રથી જોડાયેલા પ્રતિબંધો હળવા થયા બાદ એર ઈન્ડિયાએ આ નિર્ણય કર્યો છે. આમ થવાથી પ્રવાસીઓની હવાઈયાત્રામાં પાંચ કલાક સુધીની બચત થશે. વાસ્તવમાં, પાકિસ્તાનનું હવાઈક્ષેત્ર ભારતીય વિમાન કંપનીઓ માટે બંધ થવાના કારણે તેમજ તે પછી મધ્યપૂર્વમાં ક્ષેત્રીય સંઘર્ષના કારણે હવાઈ માર્ગો પર રોકને કારણે ભારત અને ઉત્તરી અમેરિકા વચ્ચેની ઉડાનો પ્રભાવિત થઈ હતી. આ જ કારણે એર ઈન્ડિયાને પોતાની કેટલીક ઉડાનોમાં ઈંધણ ભરવા માટે સફરની વચ્ચે ટેકનિકલ રોકાણ કરવું પડતું હતું. દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્કના જેએફકે અને નેવાર્ક એરપોર્ટ જતી કેટલીક ઉડાન ઈટાલીના રોમમાં રોકાઈ રહી હતી. આ રોકાણને કારણે યાત્રાનો કુલ સમય વધીને આશરે 22 કલાક થઈ જતો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd