• સોમવાર, 16 નવેમ્બર, 2026

અમદાવાદમાં મકાનના ભોંયરામાં ધમધમતી એમડી ડ્રગ્સ ફેકટરી ઝડપાઇ

અમદાવાદ, તા. 15  (અમારા પ્રતિનિધિ તરફથી) : શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર લગામ કસવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં મોહમ્મદી પાર્ક નજીક એક સામાન્ય રહેણાક મકાનની અંદર ગુપ્ત રીતે ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન મકાનના ભોંયરામાં ધમધમતી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. એજન્સીએ ઘટનાસ્થળેથી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે વપરાતો કરોડો રૂપિયાની કિંમતનો કાચો માલ જપ્ત કર્યો છે. રહેણાંક વિસ્તારના એક સામાન્ય ઘરની નીચે ભોંયરામાં આ પ્રકારનું ગેરકાયદેસર નેટવર્ક ચાલતું હોવાની વિગતો બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, તેમજ શહેરમાં ચાલતા ડ્રગ્સના ઉત્પાદન નેટવર્ક સામે સુરક્ષા એજન્સીઓ પણ વધુ સતર્ક બની છે. મળતી માહિતી અનુસાર આરોપી મુદ્દસર પઠાણ (એમ.એમ.પઠાણ) મકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતો હતો. આરોપી અગાઉ ડ્રગ એડિક્ટેડ હતો. જે બાદ પેડલર બન્યો અને થોડા સમય અગાઉ જ ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે, પહેલી ડિલિવરી પહેલાં જ ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી આરોપીના મકાન પરિસરમાં રાખવામાં આવેલા ડ્રોઅરમાંથી 26.85 ગ્રામ પ્રવાહી એમડી અને 0.70 ગ્રામ પાવડર સ્વરૂપમાં એમડી મળી આવ્યું હતું. આ ઉપરાંત એસીટોન, ટુ-બ્રોમો, ફોર-બાયો બ્રોમોમીન, હાઈડ્રોક્લોરિક એસિડ સહિતના કુલ 130.613 કિલો કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. આ સંયુક્ત કાર્યવાહીને 'ઓપરેશન સિન્થેટિક ડ્રગ' નામ આપવામાં આવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd