ડબલિન, તા. 14 : આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ગોડફાધર તરીકે પ્રખ્યાત નોબેલ પુરસ્કાર વિજેતા જેફ્રી હિંટને મોટી
ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, આવનારાં ત્રણ
વર્ષમાં એઆઇ માનવીઓને ખતમ કરી, દુનિયા પર કબજો કરી શકે છે. હું
પહેલાં કહે તો હતો કે, એઆઇ 10 વર્ષમાં
માણસથી વધારે હોશિયાર થઇ જશે, પરંતુ હવે માત્ર 18 મહિનામાં
થઇ જશે,
જે ચિંતાજનક છે, તેવું હિંટને કહ્યું હતું. આમ
તો આવનારા છથી 12 મહિનામાં એવી ઘટનાઓ બની શકે છે, જેમાં માણસોનો એઆઇ પર અંકુશ ખતમ થઇ જશે. તજજ્ઞોને ભીતિ છે કે, ભવિષ્યમાં એઆઇ પોતે જ નવાં હથિયાર બનાવી શકશે. ડ્રોન અને રોબોટની મદદથી મહત્ત્વના
ઠેકાણાં પર કબજો કરવાની કોશિશ કરી શકે છે.