નવી દિલ્હી, તા. 5 : મતદારયાદી
સુધારણા (સર)ની સામે જારી વિરોધ વચ્ચે કોંગ્રેસ સહિત 19 વિપક્ષો આવતીકાલે મંગળવારે
ચૂંટણીપંચને ઘેરાવ કરશે. વિપક્ષી ઈન્ડિયા જોડાણના સાંસદો દિલ્હીમાં `સેવ ડેમોક્રેસી' એટલે કે, લોકતંત્ર બચાવો
રેલી યોજશે. સંસદથી ચૂંટણીપંચાનાં મુખ્યમથક સુધી ત્રણ કિલોમીટર પગપાળા જશે. કોંગ્રેસ
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, જ્ઞાનેશકુમારનું
રાજીનામું, `સર' રદ કરવું અને બેલેટ પેપરથી ચૂંટણી એ ત્રણ માંગો
પર અમે હવે કોઈ જ ચર્ચા નથી ઈચ્છતા. દેશભરમાં કોંગ્રેસ કાર્યકરો અને ઈન્ડિયા જોડાણના અન્ય સાથી પક્ષોના કાર્યકરો આ ત્રણ
માંગ સાથે રસ્તા પર ઊતરી પડયા છે.અગાઉ, 11 ઓગસ્ટ 2025ના ઈન્ડિયા
જોડાણના સાંસદોએ સંસદ ભવનથી ચૂટણીપંચ મુખ્યમથક સુધી રેલી યોજી હતી. ઈન્ડિયાના 19 વિપક્ષો પાસે લોકસભામાં 178 અને રાજ્યસભામાં 62 સાંસદ છે. કોંગ્રેસ સાથે સપા, તૃણમૂલ, એનસીપી,
શિવસેના, રાજદ સહિત વિપક્ષો જોડાશે. કોંગ્રેસ સહિત
વિપક્ષો આવતીકાલે ચૂંટણીપંચને ઘેરાવ અને રેલી યોજવામાં એકજૂટ બને તેવી અપીલ કરાઈ હતી.