• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

બરબાદ થઈ ચીનની દીવાલ !

બીજિંગ, તા. 28 : ચીનની ગ્રેટ ગવોલનો એક હિસ્સો છેલ્લાં 20 વર્ષથી ખાણનો કચરો ફેંકચાવાનાં કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. સરકારી મીડિયા અનુસાર શાંક્સી પ્રાંતની નિંગવૂ કાઉન્ટીમાં મિંગ રાજવંશના સમયની પ્રાચીન દીવાલના પથ્થરોને કોલસાની ખાણના કચરાને ઠેકાણે પાડવા માટે ઉપયોગમાં લેવાયા હતા. આ મામલે સ્થાનિક લોકો દ્વારા વારંવાર અધિકારીઓને માહિતી પણ આપવામાં આવી રહી હતી. ચીનની દીવાલને નુકસાન 2007માં શરૂ થયું હતું જ્યારે લાયસન્સ વિના કામ કરી રહેલી કંપની નિંગવૂ ચાઓકાઈ કોલ ઇન્ડસ્ટ્રીએ ખાણના કચરાને ઠેકાણે પાડવા માટે સંરચના  વચ્ચેથી તોડફોડ કરી હતી. 2015માં વારંવાર ફરિયાદ બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેનાં કારણે તોડફોડ લાંબો સમય ચાલુ રહી હતી અને દીવાલમાં છ મીટર પહોળી જગ્યા બની છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd