નવી દિલ્હી, તા. 15 : સરકારે 15 ઓક્ટોબરથી રૂા. 2000થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન
પર 0.40 ટકા ચાર્જ વસૂલવાનો નિર્ણય
લેતાં નારાજી ફેલાઈ છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચુનંદા વેપારીઓને ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતા
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર જ આ મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ થશે અને ગ્રાહકોએ
કંઈ ચૂકવવું પડશે નહીં, આ ચાર્જની મહત્તમ મર્યાદા રૂા. 300 રાખવામાં આવી છે. એટલે કે, બહુ મોટી રકમના ટ્રાન્ઝેક્શન હશે તો પણ વેપારીએ
વધુમાં વધુ રૂા. 300 ચૂકવવાના
થશે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અને અમુક કારોબારી સંગઠનોએ નિર્ણયની આલોચના કરી
છે. જે દુકાનદારો યુપીઆઈ મારફત મહિને રૂા. એક લાખ સુધીનું પેમેન્ટ મેળવે છે તેમને કોઈ
ચાર્જ આપવો પડશે નહીં. રેલવે ટિકિટ, પેટ્રોલ પંપ, વીજળી, પીએનજી,
પાણી, વીમો અને ટેલિફોન જેવી જરૂરી સેવાઓ માટે
રૂા. પાંચનો ફ્લેટ એમડીઆર નક્કી કરાયો છે. વિપક્ષોએ જણાવ્યું છે કે, અંતે તો ગ્રાહક ઉપર જ બોજ પડશે. સરકારે રૂા. 2000થી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શનો
પર હવે 0.40 ટકા ચાર્જ લગાવવાની કેન્દ્ર સરકારની તૈયારીને પગલે નારાજી ફેલાઇ
છે. સરકારે બેન્કોને અને પેમેન્ટ સિસ્ટમોને રૂ-પે ડેબિટ કાર્ડસ મારફત રૂા. 2000 સુધી કરાતા યુપીઆઇ ટ્રાન્ઝેક્શનો પર કોઇ લેવી ચાર્જ નહીં લગાડવાનો
આદેશ કર્યો છે. ગઇકાલે આ સંદર્ભમાં ગેઝેટ જારી કરાયું હતું. મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લગાવવાનો િ0નર્ણય લીધો છે, જે વેપારીઓએ ચૂકવવાનો થશે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો
પર ચાર્જને લઈને કોંગ્રેસે આજે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. લોકસભામાં વિપક્ષના
નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર રૂા. 2000થી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શનો
પર એમડીઆર લગાવ્યો છે. કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યના 65 ટકા રકમ આવા ટ્રાન્ઝેક્શનોની હોય છે. સરકાર અત્યારે ભલે કહેતી
હોય કે આ શુલ્ક સામાન્ય ગ્રાહક પાસેથી લેવામાં આવશે નહીં, પણ આખરે તો બોજ ગ્રાહક પર જ આવશે. રાહુલે આક્ષેપ
કર્યો હતો કે, અમેરિકી પેમેન્ટ કંપનીઓ સામે મોદી સરકાર ઝૂકી ગઇ
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ ડીલની માફક આ કિસ્સામાં પણ અમેરિકાના દબાણને તાબે
થઇ ગયા. કોમ્પ્રોમાઇઝ્ડ પીએમે અમેરિકી દબાણ સામે શરણાગતિ સ્વીકારી. બીજી તરફ ભાજપે
કહ્યું હતું કે, કોંગ્રેસની `જૂઠની દુકાન' યુપીઆઇ ચાર્જ અંગે `ફેક ન્યૂઝ' ફેલાવી રહી છે. આ ચાર્જ ગ્રાહકો પર નહીં લાગે.