• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

પ્રસૂતિની સારવાર દરમ્યાન ખેંચ આવતાં મુંદરાની પરિણીતા મૃત્યુ પામી

ભુજ, તા. 15 : મૂળ બિહાર હાલે મુંદરાની 26 વર્ષીય પરિણીતા રાગિનીબેન સુબોધકુમાર મહંતોને પ્રસૂતિની સારવાર દરમ્યાન ખેંચ આવતાં મૃત્યુ પામી હતી.  અંગે મુંદરા પોલીસ મથકે અને જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાયેલી વિગતો મુજબ રાગિનીબેનને પ્રસૂતિની પીડા ઉપડતાં ગત તા. 4/9ના મુંદરાની ગીતા હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે તા. 5/9ના ભુજની કે.કે. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પ્રસૂતિની સારવાર દરમ્યાન તા. 14/9ના ખેંચ આવતાં તેનું મૃત્યુ થયાની વિગત મૃતક રાગિનીબેનના પતિ સુબોધકુમારે મુંદરા પોલીસ મથકે આજે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd