ભુજ, તા. 15 : ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ
તથા જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સરકારી કર્મચારી તરીકે આરોપી મિતેશ ધીરજલાલ ચુડાસમા
અને બલભદ્રસિંહ ખેંગારજી જાડેજા સરકારી કર્મચારી તરીકે ફરજ પર હતા, તે દરમ્યાન કાવતરું રચી બેન્કમાં ખોટી પેઢીનાં
નામે ખાતું ખોલાવી, ખોટાં બિલો બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી
તે ખાતાંમાં સરકારી નાણાં કુલ રૂા. 1,76,81,590 જમા કરાવી અલગ-અલગ ખાતામાં નાખી તેમજ એટીએમથી ઉપાડી ઉચાપત કર્યાની
ફરિયાદ નોંધાઈ હતી. આ ચકચારી ઉચાપત કેસના આરોપી મિતેશ ચુડાસમાએ નિયમિત જામીન અરજી કરતાં
ભુજની સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. આરોપી તરફે એડવોકેટ તરીકે કુલદીપ જિતેન્દ્રભાઈ
મહેતા હાજર રહ્યા હતા.