• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

સુપ્રીમનું ફરી કેન્દ્ર સામે કડક વલણ

નવી દિલ્હી, તા. 26 : સુપ્રીમ કોર્ટે વડી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબને લઈને ફરી એક વાર કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે, દસ મહિનાથી 80 નામની ભલામણ કરાઈ છે, પણ આ તમામ નિયુક્તિઓ કેન્દ્ર પાસે પડતર છે અને 26 જજની બદલી પણ લટકેલી છે. સાથે જ સંવેદનશીલ હાઈકોર્ટમાં પણ ચીફ જસ્ટિસની નિમણૂક પડતર છે અમે આ બાબતમાં ઘણું કહેવા માંગીએ છીએ પણ ખુદને અટકાવી રહ્યા છીએ. તે દર દસ દિવસે આ મામલા પર દેખરેખ રાખશે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર પાસે નિયુક્તિઓમાં વિલંબ અંગે જવાબ માગ્યો છે અને આગામી સુનાવણી નવમી ઓક્ટોબરે થશે. સુપ્રીમમાં સુનાવણી દરમ્યાન સરકાર વતી હાજર થયેલા એટર્ની જનરલ આર. વેંકટમણીએ એક સપ્તાહનો સમય માગ્યો હતો. ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને સુધાંશું ધુલિયાએ એટર્ની જનરલને કેન્દ્ર સરકારનો નિર્દેશ લઈ આવવા જણાવ્યું હતું. ન્યાયાધીશ કૌલે કહ્યું હતું કે, મેં એક વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જ્યાં સુધી તે ચાલ્યા કરશે ત્યાં સુધી દર દસ-બાર દિવસમાં ફરી ઉઠાવ્યા કરીશ. અમે સર્વોત્તમ પ્રતિભા ઉપ્લબ્ધ કરાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તેમાં વિલંબ થવો જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે, મને ઘણું કહેવું છે, પણ ખુદને રોકી રહ્યો છું. આજે હું ચૂપ છું કારણ કે એર્ટર્ની જનરલે જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય માગ્યો છે, પણ આગામી તારીખે ચૂપ રહીશ નહીં. 

Janmadin Vishesh Purti

Panchang