• સોમવાર, 29 જૂન, 2026

મંદિર ટ્રસ્ટને ગફલાની અગાઉથી જાણ હતી !

અયોધ્યા, તા. 28 : રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલામાં પોલીસની તપાસ વેગીલી બની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર સીટના પ્રારંભિક અહેવાલ બાદ પોલીસે રવિવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યા છે.  દરમ્યાન રામ મંદિરના દાનચોરી કેસમાં નવી વિગતો બહાર આવી છે, સૂત્રોએ દાવો કર્યો છે કે, શ્રી રામ જન્મભીમ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આ માલો જાહેર થયાના થોડા દિવસો પહેલાં જ શંકાસ્પદ ગેરરીતિ વિશે જાણ થઈ હતી. ટ્રસ્ટના પ્રતિનિધિઓ, મહાસચિવ ચંપત રાયની સૂચના પર કાર્ય કરતા આ પાંચ જૂનના પોલીસ સાથે એક આરોપી અવિનાશ શુકલાના નિવાસસ્થાને ગયા હતા. શોધખોળ દરમિયાન રોકડ રકમ મળી આવી હતી, જે દર્શાવે છે કે, આ મામલો પોલીસના ધ્યાન પર આવી ચૂક્યો હતો. જો કે, સર્ચ ઓપરેશન છતાં ટ્રસ્ટે તે સમયે પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી ન હતી. સૂત્રોએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, પાંચ જૂનની કાર્યવાહી અનૌપચારિક રીતે કરવામાં આવી હતી અને તે સત્તાવાર રીતે નોંધાયેલ એફઆઈઆર પર આધારિત નહોતી. કથિત ચોરી 7 જૂનના જાહેરમાં આવી હતી. આ અગાઉ પોલીસ આરોપીઓ પાસેથી 80 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ કબજે કરી ચૂકી છે અને હવે તેમની સામે મજબૂત કેસ બનાવવા માટે વધુ પુરાવા અને ગુપ્ત મિલકતોની તપાસ થઈ રહી છે. રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક સુમિત શ્રીવાસ્તવના નેતૃત્વમાં પોલીસ ટીમોએ રામધામ સ્થિત સ્વર્ગદ્વાર મહોલ્લામાં રહેતા અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના ખૂબ નજીકના ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, કૌશલપુરીના અનુકલ્પ મિશ્રા અને રુદૌલીના લવકુશ મિશ્રા સહિત તમામ આરોપીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા નોટોની ગણતરી માટે ખાસ રાખવામાં આવેલા આઠ કર્મચારીઓ- રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ, કરુણેશ પાંડે, મનીષ યાદવ, અવિનાશ શુક્લા અને રમાશંકર મિશ્રા સામે નામજોગ Bિઍંછ નોંધાવવામાં આવી હતી. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આ તમામની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, આ મામલે એફઆઈઆર નોંધવામાં થયેલા વિલંબને લઈને વિપક્ષી દળો અને સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, એસઆઈટીની રચનાના એક સપ્તાહ બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેના કારણે આરોપીઓને ચોરીના નાણાં અને દસ્તાવેજો સગેવગે કરવાનો પૂરતો સમય મળી ગયો હશે.  

Panchang

dd