• સોમવાર, 29 જૂન, 2026

ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં 55,195 બાળકને પોલિયાનાં ટીપાં પીવડાવાયાં

ગાંધીધામ, તા. 28 : ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં 197 બૂથ પર 0-5 વર્ષનાં  કુલ 55,195 બાળકને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં, જેમાં આ કામગીરીમાં કુલ 788 સભ્ય-કર્મચારીઓ જોડાયા હતા. આરોગ્ય સ્ટાફ ઉપરાંત આશાબહેનો, નગરપાલિકા સ્ટાફ, ગજવાણી અને આર્યા નર્સિંગ સ્કૂલ, તોલાણી આર્ટ્સ, કોમર્સના વિદ્યાર્થીઓ, આઈટીઆઈના વિદ્યાર્થીઓ, આંગણવાડી સ્ટાફ વગેરેએ સેવા આપી હતી. અગ્રવાલ સમાજ અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા પોલિયો બૂથ પર કામ કરતા સ્ટાફ માટે 600 ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અધ્યક્ષ સમીર ગર્ગ, સંજય ગર્ગ અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ સુરેશ ગુપ્તા, કિરણ ગોયલ, ઉમા બંસલ, રેખા ગોયલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજસભાઇ શેઠ, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, તાલુકા આરોગ્ય અધિકારી - પાલિકાના એમઓએચ ડો. દિનેશ એસ. સુતરિયા, શાસક પક્ષ નેતા ભરત મીરાણી, દંડક સુરેશભાઈ ધુઆ, પ્રહલાદ ઠોઠિયા, સાગર શુક્લા, ડો. સંજય, વિનોદ ગેલોતર, મુરુભા જાડેજા, ચેતનાબેન જોશી દ્વારા સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા પર બાળકોને ટીપાં પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અંતરજાળ ખાતે કોર્પોરેટર વિશાલભાઈ કારમા, મીઠીરોહરના કેશવભાઈ પરમાર અને ડો. સંકેત પ્રજાપતિ, આદિપુરદ-1 વિક્રમભાઇ મુલચંદાની, બિપિનભાઇ, લીના ધારક, ડો. રાજેશ જેસવાણી અને ડો. ઝીનલ સોની, દેવીબેન સોમાભાઈ પરમાર, ગાંધીધામ શાંતાબેન ધુઆ અને રામ માતંગ, ડો. જય મોઢ, આદિપુરના વિજયાસિંહ જાડેજા, ગળપાદર-રૂપલ મ્યાત્રા, નિશા સથવારા જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઉમેશ પરમાર, સુમિત પરમાર, યોગેશ માલીવાડ અને તમામ આરોગ્ય સ્ટાફે સહયોગ આપ્યો હતો. 

Panchang

dd