• સોમવાર, 29 જૂન, 2026

ચોબારી પાસે પોલીસે કારનો પીછો કરી 3.76 લાખનો શરાબ ઝડપ્યો

ગાંધીધામ, તા. 28 : ભચાઉના ચોબારી નજીકથી પોલીસે એક કારમાંથી રૂા. 3,76,155ના દારૂ સાથે એક તથા પાયલોટીંગ કરતી કારમાંથી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. બીજી બાજુ અંજારમાં રૂા. 92,100ના શરાબ સાથે શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ એલસીબીની એક ટીમ ભચાઉ બાજુ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન જીગર ઉર્ફે ઘાયલ નરસી કોળીએ અંગ્રેજી દારૂ મંગાવી ભીમાસરના હરદેવસિંહ ઉર્ફે વડી દીલુભા વાઘેલાના ખેતરમાં કટીંગ કરીને એક ગાડીને વેંચવા નિકળી હોવાની પૂર્વ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારનો પીછો કર્યો હતો અને આ કાર ચોબારી તરફ નાસતા તેનો પીછો કર્યો હતો. ચોબારી ગામમાં આહીરવાસ બાજુ આગળ રસ્તો બંધ આવતા પોલીસે દોડીને ક્રેટા કાર નંબર જીજે 12 એફબી 4935માંથી ભીમાસરના અજયસિંહ નોધુભા વાઘેલાને પકડી પાડયો હતો તથા તેને પાયલોટિંગ આપનાર કાર નંબર જીજે 39 સીએ 9598માંથી અકબર જુમાજી સમા, દીપક ઉર્ફે ડાલો મોહન કોળી તથા ભાવેશ પ્રતાપ ઠાકોર (કોળી)ને ઝડપી લેવામં આવ્યા હતા.પકડાયેલા કાર નંબર જીજે 12 એફબી 4935માંથી ગ્રીનલેબર એમ 132 બોટલ, ગ્રીન લેબલના 1059 કવાર્ટરીયા,1107 કવાર્ટરીયા કિંગ ફિશરના 339 ટીન એમ કુલ રૂા. 3,76,155નો દારૂ જપ્ત કરાયો હતો. જીગર ઉર્ફે ઘાયલ કોળીએ આજે સવારે ફતેહગઢ કેનાલ પાસે દારૂ મંગાવ્યો હતો જયાં પાથવાડાનો જેઠા રબારી દારૂ લઈ આવી ગયો હતો અને હરદેવસિંહ ઉર્ફે વડાના ખેતરમાં કટિંગ કરાયો હતો તથા રાપર ખોખરાના દશરથસિંહ પથુભા વાઘેલાને ત્યાં પહોંચાડવાનો હતો. દરમ્યાન પોલીસે ઝડપી પાડયો હતો. પકડાયેલા આ ચાર શખ્સો પાસેથી દારૂ, બે કાર, મોબાઈલ વગેરે મળીને કુલ રૂા. 15,27,155નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વધુ એક કાર્યવાહી અંજારમાં જૂની કોર્ટ પાછળ વિજયનગર વિસ્તારમાં મતિયાદાદાના મંદિર પાસે એક મકાનમાં કરવામાં આવી હતી. અહીં રહેતા ધનરાજ સામરા ગઢવીને પકડી તેના મકાનની તપાસ પોલીસે કરી હતી. આ મકાનમાંથી રોયલ ની 120 બોટલ, ગ્રીન લેબલના 70 કર્વાટરીયા એમ કુલ રૂા. 92,100નો દારૂ જપ્ત કરાયો હતો. ફોર સેલ ઈન પંજાબ, રાજસ્થાન લખેલો આ દારૂ કયાંથી કોણ આપી ગયું હતું તે કાંઈ બહાર આવ્યું નથી જેની આગળનકી તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd