• સોમવાર, 29 જૂન, 2026

નિરાશાનો રવિવાર : મહિલા ટીમ વિશ્વકપ બહાર; મેન્સની આયર્લેન્ડ સામે હાર

લંડન, તા. 28 : ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામે છ વિકેટે પરાસ્ત થઈને ભારતીય મહિલા ટીમ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, પુરુષ ટીમ ઈન્ડિયા પણ આયર્લેન્ડ સામે ટી-20 શ્રેણી હારી ગઈ હતી. લોર્ડઝમાં મહિલા ટીમોના મુકાબલામાં સુકાની હરમનપ્રીત કૌરની અર્ધસદી પણ ભારતને જીત અપાવી શકી ન હોતી. જેને પગલે ક્રિકેટપ્રેમીઓ હતાશ થઈ ગયા હતા. બેલફાસ્ટમાં આયર્લેન્ડે ઈતિહાસ રચતાં પહેલીવાર ભારતને ટી-20 શ્રેણીમાં હાર આપી હતી. પુરુષોની મેચમાં પણ તિલક વર્માની અર્ધસદી જીત અપાવી નહોતી શકી અને ભારતની શરમજનક હાર થઈ હતી. 

Panchang

dd