• સોમવાર, 29 જૂન, 2026

રાપરમાં ઈમારત તોડતાં જીવતો વીજપોલ રિક્ષા પર ખાબક્યો

રાપર, તા. 28 : ધમધમતા બસ સ્ટેન્ડ પાસે આવેલી ઓસવાળ ભુવનની જર્જરિત ઈમારત તોડવાની કામગીરી દરમિયાન રિક્ષા ઉપર વીજ થાંભલો પડતાં ભારે દોડધામ થઈ પડી હતી. સદ્નસીબે જાનહાનિ ટળી હતી.  મળતી વિગતો મુજબ ઇમારત તોડવાની કામગીરી દરમિયાન સ્લેબનો એક મોટો હિસ્સો બાજુમાંથી પસાર થતા વીજરેષાઓ પર પડયો હતો. જીવતા વાયર વહન કરતો વીજપોલ ત્યાંથી પસાર થઈ રહેલી રિક્ષા પર પડયો હતો. સદ્નસીબે રિક્ષામાં કોઈ સવારી ન હોવાથી ચાલક સમયસર રિક્ષામાંથી બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. કોઈ સલામતીની દરકાર કર્યા વગર ધોળા દિવસે ધમધમતા વિસ્તારમાં આ જર્જરિત ઈમારત તોડતા હોવાથી જોખમ ઊભું થતું હોવાનું આજુબાજુના દુકાનદારોએ જણાવ્યું હતું. બાજુમાં વીજરેષાઓ પસાર થતા હોવા છતાં પીજીવીસીએલને જાણ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.  સદ્નસીબે રવિવાર હોવાથી બજાર બંધ હતી અને પાંખી અવરજવર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વીજતંત્રને જાણ કરવામાં આવતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી નવો વીજપોલ ઊભો કરી વીજ પુરવઠો પુન:સ્થાપિત કર્યો હતો. 

Panchang

dd