બેલફાસ્ટ, તા. 28 : આયર્લેન્ડે ઇતિહાસ રચીને વેરવિખેર
અને સાતત્યવિહોણી ટીમ ઇન્ડિયા સામે પહેલી ઇન્ટરનેશનલ સિરીઝ જીતી છે. બીજી ટી-20 મેચમાં આયર્લેન્ડનો એક રને
રોમાંચક વિજય થયો હતો અને બે મેચની શ્રેણીમાં ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ભારતનો 2-0થી સફાયો કર્યો હતો. આયર્લેન્ડના 8 વિકેટે 1પ8 રનના જવાબમાં
ભારતીય ટીમ 9 વિકેટે 1પ3 રને અટકી
ગઇ હતી. ભારતીય બેટધરોએ ફરી શરમજનક ધબડકો કર્યો હતો. જય મૂંદ્રાએ શરૂઆતમાં જ ભારતને
ત્રણ ઝટકા આપી દીધા હતા. ભારત તરફથી તિલક વર્માએ સર્વાધિક પપ રન કર્યા હતા. અંતમાં
હર્ષિત રાણાએ 10 દડામાં 21 રન કરી મેચ રોમાંચક બનાવી હતી, પણ ભારત વિજયથી બે રન દૂર રહ્યું હતું. ઓપનિંગ
જોડી અભિષેક અને સંજુ ગોલ્ડન ડક થયા હતા. કપ્તાન શ્રેયસ 10 અને ઇશાન 12 રન જ કરી શકયા હતા. આજની મેચમાં
પણ વૈભવને મોકો ન આપવો ભારતીય ટીમને ભારે પડયો હતો. આયર્લેન્ડ તરફથી મેથ્યુ હોલાર્ડ
અને જય મૂંદ્રાએ 3-3 વિકેટ લીધી
હતી. અગાઉ ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આયર્લેન્ડે હેરી ટેક્ટરના 47 દડામાં પ ચોગ્ગા અને 1 છગ્ગાથી પ3 રનની ઈનિંગ્સથી 20 ઓવરમાં 8 વિકેટે 1પ4 રનનો સ્કોર
નોંધાવ્યો હતો. પ્રિન્સ યાદવે ટી-20 પદાર્પણ મેચમાં શાનદાર બોલિંગ કરીને 22 રનમાં 3 વિકેટ લીધી હતી. આયર્લેન્ડની શરૂઆત નબળી
રહી હતી અને પાવરપ્લેની 6 ઓવરમાં 44 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. 48 રને ત્રીજી વિકેટ પડી હતી.
આ પછી હેરી ટેક્ટર અને બેન કૈલિટઝ વચ્ચે ચોથી વિકેટમાં 44 દડામાં 6પ રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. કૈલિટઝ
37 રને આઉટ થઇ હતી. ડેથ ઓવર્સમાં
જોર્જ ડોકરેલે 19 રનની ઝડપી બેટિંગ કરી હતી.
આથી આયર્લેન્ડનો સ્કોર 1પ4 રન સુધી પહોંચ્યો હતો. પ્રિન્સની 3 વિકેટ ઉપરાંત અર્શદીપ અને શિવમે 2-2 વિકેટ લીધી હતી. ભારતીય ઇલેવનમાં
ફરી એકવાર વૈભવ સૂર્યવંશીને તક મળી ન હતી. પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેને પહેલીવાર
મોકો અપાયો હતો.