• મંગળવાર, 09 જૂન, 2026

પીઓકેમાં હિંસક પ્રદર્શન; 11 મોત

ઈસ્લામાબાદ, તા. 8 : પાકિસ્તાનના કબજાના કાશ્મીરમાં પોલીસ અને એક પ્રતિબંધિત પ્રદર્શનકારી સમૂહના સભ્યો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ડઝનેકને ઈજા પહોંચી હતી. આ બનાવ રાવલકોટ શહેરમાં બન્યો હતો. જેનાથી પૂરા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ તણાવ ભરેલી બની હતી. રાવલકોટના શીર્ષ નાગરીક અધિકારી, મશિનર સરદાર વહીદે કહ્યું હતું કે, હિંસામાં ત્રણ સામાન્ય નાગરીકોએ જીવ ગુમાવ્યો છે અને 40 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અલગ નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે હિંસામાં ચાર પોલીસ કર્મચારીનાં મૃત્યુ થયાં હતાં અને 23 કર્મચારીને ઈજા પહોંચી હતી. હિંસક ઘર્ષણ આવામી એક્શન કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલાં બન્યું હતું. સાર્વજનિક વ્યવસ્થા અને સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરવાના આરોપોના કારણે પ્રશાસને આવામી એક્શન કમિટિ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રદર્શન છેલ્લા અમુક સમયમાં બનેલી હિંસક ઘટનાઓના વિરોધમાં થવાનું છે. જેમાં સુરક્ષા દળો દ્વારા સંગઠનના અકે નેતાની હત્યા, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને સમૂહ ઉપર લાદવામાં આવેલો પ્રતિબંધ સામેલ છે.

Panchang

dd