• મંગળવાર, 09 જૂન, 2026

આકાશમાંથી ભારતની જાસૂસી કરતું પાક

નવી દિલ્હી, તા. 8 : ભારતમાં આતંકવાદી ગતિવિધિ ચલાવવા માટે પાકિસ્તાન પૂરી મહેનત કરી રહ્યું છે. જેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ ઉપરાંત ભારત ઉપર નજર રાખવા માટે પાકિસ્તાન હવે સેટેલાઇટનો ઉપયોગ પણ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં છ સેટેલાઇટ લોન્ચ કર્યા છે. આ સેટેલાઇટને એવી રીતે  અલાઇન કરવામાં આવ્યા છે જેનાથી ભારત ઉપર નજર રાખી શકાય. ખાસ કરીને જમ્મુ કાશ્મીરની આકાશમાંથી રેકી કરવા માટે પાકિસ્તાન પૂરું જોર લગાડી રહ્યું છે. પાકિસ્તાને છેલ્લા 16 મહિનામાં 6 સેટેલાઇટ લોન્ચ કર્યા છે. જેમાં પીઆરએસએસ-2, એચએસ-1, પીઆરએસસી-ઈઓ2, પીઆરએસસી-ઈઓ3, પીએયુએસએટી-1 અને પીઆરએસસી-ઈઓ1 સામેલ છે. આમાંથી મોટાભાગના સેટેલાઇટ ધરતી ઉપર નજર રાખવા માટે અને હાઈ રિઝોલ્યુશન ઇમેજરી માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અમુક એડવાન્સ ટેક્નોલોજીના હિસાબે પણ બનાવ્યા છે. આ સેટેલાઇટ એવી રીતે ગોઠવાયેલા છે જેનાથી એક જ ક્ષેત્ર ઉપર નજર રાખી શકાય છે. સ્પેસ ટેક્નોલોજી મામલે પાકિસ્તાન ભારતના મુકાબલે ક્યાંય ટકી શકે તેમ નથી. પાકિસ્તાનનો ઉદ્દેશ્ય પણ ખૂબ જ સંકોચાયેલો છે. એક તરફ ભારત ચંદ્રની યાત્રા કરી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન સેટેલાઇટ્સ છોડીને પણ માત્ર જાસૂસી જ કરી રહ્યું છે. પાકિસ્તાન સેટેલાઇટ છોડવા અને બનાવવામાં પણ ચીનની મદદ લેતું રહે છે.

Panchang

dd