• શુક્રવાર, 01 મે, 2026

ઓર્ડર... ઓર્ડર... સુપ્રિમ કોર્ટનો દંડુકો

ગર્ભપાતની સમયસીમા હટાવો :  સગીરાના ગર્ભપાત સાથે જોડાયેલા મામલામાં કેન્દ્રને ઠપકો : તેમની પીડા સમજો, કાયદામાં બદલાવ કરો : નવી દિલ્હી, તા. 30 : સુપ્રીમ કોર્ટે એક સગીરાના ગર્ભપાત સાથે જોડાયેલા મામલામાં સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, દુષ્કર્મના મામલામાં ગર્ભપાત માટે કોઈ સમયસીમા ન હોવી જોઈએ. એક 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના 30 સપ્તાહના ગર્ભના ગર્ભપાતના ફેંસલાને પડકારતી અરજી પર સુનાવણીનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે ગુરુવારે જણાવ્યું હતું કે, સગીરાને બળજબરીથી મા બનવા માટે મજબૂર કરી ન શકાય. આવા કેસોમાં ફેંસલો પીડિતનો જ હોવો જોઈએ. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણવાળી ખંડપીઠે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, દુષ્કર્મના મામલામાં ગર્ભપાત માટે સમયસીમા સાથે જોડાયેલા કાયદામાં બદલાવ કરો. કાયદો એવો હોવો જોઈએ, જે સમયની સાથે બદલતો રહે. - બેફામ હવાઇ ભાડાં સામે લાલઆંખ :  ત્રણ વાર સમય આપવા છતાં કેમ સોગંદનામું નહીં; કેન્દ્ર સરકારને લગાવી ફટકાર : નવી દિલ્હી, તા. 30 : મરજી પડે તેમ હવાઈ સફરના ભાડાંમાં વધારાના મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. ત્રણવાર સમય આપ્યો છતાં હજુ સોગંદનામું કેમ નથી આપ્યું તેવો સવાલ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કર્યો હતો. ખાનગી એરલાઇન્સના હવાઇ ભાડાં અને અન્ય ચાર્જિસ નિયંત્રિત કરવા માટે દિશાનિર્દેશની માંગ કરતી અરજી  પર સરકારે સોગંદનામું રજૂ નહીં કરતાં અદાલત નારાજ થઇ હતી. જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, હજુ સુધી સોગંદનામું કેમ નથી અપાયુંવધુ સમય કેમ માગો છો ? સરકારના વકીલે કહ્યું હતું કે, નિયમ બનાવવા પર વિચાર ચાલી રહ્યો છે. અદાલતે કહ્યું હતું કે, એમ નહીં ચાલે. સોગંદનામું દાખલ કરો. 

Panchang

dd