• શનિવાર, 28 જૂન, 2025

સીમાએ શાંતિ જળવાય : રાજનાથ

કિંગદાઓ/નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમના ચીની સમકક્ષ ડોંગ જૂનને પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારત અને ચીને સરહદો પર તણાવ ઓછો કરવા અને સરહદો સીમાંકન કરવા માટે હાલના તંત્રને પુનર્જીવિત કરવા માટેનાં પગલાંઓ સહિત એક માળખાંગત રોડમેપ હેઠળ `જટિલ મુદ્દાઓ' ઉકેલવા જોઇએ. ગુરુવારે ચીનના બંદરીય શહેરમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ના સંમેલન દરમિયાન સિંહ અને ડોંગે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી, જેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સુલેહ-શાંતિ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુલાકાત બાદ રાજનાથસિંહે સોશિયાલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ચીનના સંરક્ષણમંત્રી એડમિરલ ડોંગ જૂન સાથે વાતચીત દરમ્યાન અમે દ્વિપક્ષીય  સંબંધથી જોડાયેલા મુદ્દે રચનાત્મક અને દૂરદર્શી વિચારોની આપ-લે કરી હતી. ભારતીય સંરક્ષણમંત્રીએ શ્રેઁષ્ઠ પરસ્પર લાભો પ્રાપ્ત કરવા માટે `સારા પડોશી વાતાવરણ' બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને 2020ના પૂર્વી લદ્દાખ સરહદ ગતિરોધને કારણે `િવશ્વાસની ખાધ'ને દૂર કરવા માટે `જમીન પર પગલાં લેવા' હાકલ કરી હતી. સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, સિંહે ડોંગને પહેલગામમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા આતંકવાદી હુમલા અને પાકિસ્તાનમાં આતંકવાદી માળખાંને તોડી પાડવા માટે ભારતના ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી આપી હતી. બંને મંત્રીઓ તણાવ ઓછો કરવા, સરહદ વ્યવસ્થાપન અને સીમાંકન સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ હાંસલ કરવા માટે વિવિધ સ્તરે પરામર્શ ચાલુ રાખવા સંમત થયા હતા, એમ મંત્રાલયે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd