ભુજ, તા. 27 : શહેરમાં ટ્રોલી મોલમાં ભાગીદારી
આપવાના બહાને કરાયેલી ઠગાઈના કેસમાં આરોપીઓ સુમણિયા સવરાજ પાલુ અને રાજેશ શાંતિલાલ
આહીરની આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આરોપીઓએ વરિષ્ઠ નાગરિકને
મામા એન્ટરપ્રાઈઝ ટ્રોલી મોલમાં ભાગીદારી આપવાના બહાને ટુકડે-ટુકડે રૂા. 60 લાખ પડાવી લીધા બાદ ભાગદારી
ન આપવા સાથે નાણાં પણ પરત આપ્યા નહોતા. આ કેસમાં અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી સુમણિયા
સવરાજ પાલુ અને રાજેશ શાંતિલાલ આહીરે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી નામંજૂર કરી હતી.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ. એ. મહેશ્વરીએ હાજર રહી દલીલ કરી હતી.