બ્રિજટાઉન, તા. 27 : બોલરોના વર્ચસ્વ વચ્ચે પ્રવાસી
ટીમ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ
છે. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં પાંચ વિકેટે 186 રન થયા હતા. આથી તે વિન્ડિઝથી 176 રને આગળ થયું છે. બ્યુ વેબસ્ટર
54 રને અને એલેક્સ કેરી 8 રને દાવમાં હતા. આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝનો
પ્રથમ દાવ 190 રને સમાપ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયાના
પહેલા દાવમાં 180 રન થયા હતા. મેચના પહેલા દિવસે
14 અને બીજા દિવસે 10 વિકેટ પડી હતી. સેમ કોન્ટાસ
(પ), ઉસ્માન ખ્વાઝા (1પ), કેમરૂન ગ્રીન (1પ) અને જોશ
ઈંગ્લિશ (12)ની નિષ્ફળતા ચાલુ રહી હતી.
આ પહેલાં બીજા દિવસે ટી ટાઇમ પછી વેસ્ટ ઈન્ડિઝનો પહેલો દાવ 63.2 ઓવરમાં 190 રને સમાપ્ત થયો હતો. આથી તેને
ફક્ત 10 રનની સરસાઇ મળી હતી. કપ્તાન
રોસ્ટન ચેઝના 44 અને સાઇ હોપના 48 રન મુખ્ય હતા. અલ્જારી જોસેફ
23 રને અણનમ રહ્યો હતો. સ્ટાર્કને
3 વિકેટ મળી હતી. કમિન્સ, હેઝલવૂડ અને વેબસ્ટરને 2-2 વિકેટ મળી હતી.