લંડન, તા. 27 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હરમનપ્રિત
કૌરના નેતૃત્વમાં હાલ ઈંગ્લેન્ડ પ્રવાસે છે. અહીં 28 જૂનથી ભારતીય ટીમ પાંચ મેચની ટી-20 શ્રેણી ઇંગ્લેન્ડની મહિલા ટીમ
વિરુદ્ધ રમશે. આ શ્રેણી ઇંગ્લેન્ડની ધરતી પર 2026માં રમાનાર ટી-20 વિશ્વ કપની તૈયારી માટે બન્ને ટીમ માટે ઘણી મહત્ત્વની છે. પાંચ
ટી-20 મેચ પછી ભારતીય ટીમ 3 વન ડે મેચની શ્રેણી પણ રમશે. ભારત અને ઇંગ્લેન્ડ
વચ્ચેની પહેલી ટી-20 મેચ આવતીકાલ
શનિવારે ટ્રેંટબ્રિજ સ્ટેડિયમમાં રમાશે. જે ભારત સમય અનુસાર સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે. શ્રેણીની
બાકીની 4 મેચ રાત્રે 11 વાગ્યાથી થશે. આ શ્રેણીમાં
ટીમમાં વાપસી કરનાર યુવા ઓપનિંગ બેટર શેફાલી વર્માના દેખાવ પર ટીમ મેનેજમેન્ટની નજર
રહેશે. આ શ્રેણીનું જીવંત પ્રસારણ સોની સ્પોર્ટસ નેટવર્ક પર થશે.