• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

`370' બહાલ કરો : ઓમર સરકારનો પ્રસ્તાવ

શ્રીનગર, તા.6 : જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની સરકારે કલમ 370ની બહાલીની દિશામાં મોટું પગલું ઉઠાવતાં બુધવારે  વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ફરી લાગુ કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા અપીલ કરવામાં આવી છે. ભાજપના સદસ્યોએ આ પ્રસ્તાવના વિરોધમાં તેની નકલો ફાળી ગૃહની વેલમાં ફેંકી હતી જેથી ભારે હંગામો થયો હતો. નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ રજૂ કરેલા આ પ્રસ્તાવમાં પ ઓગસ્ટ ર019ના રોજ હટાવવામાં આવેલી કલમ 370ને બહાલ કરવા માગ કરાઈ છે. ભાજપના સખત વિરોધ વચ્ચે ઉમર સરકારે કલમ 370ની બહાલીની માગ સાથે વાતચીત કરવા પ્રસ્તાવમાં ભાર મુક્યો છે. પ્રસ્તાવમાં જણાવાયુ કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો અને બંધારણિય સુરક્ષા રાજયના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોની રક્ષા માટે જરૂરી છે. નાયબ મુખ્યમંત્રી ચૌધરીએ કલમ 370 એકતરફી કાર્યવાહીમાં હટાવાયાનો આરોપ લગાવ્યો હતો. વિધાનસભા સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ અચાનક પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા અને કહયુ કે જો વાજપેયીના કાશ્મીર પ્રત્યેના દૃષ્ટિકોણ અને રોડમેપનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું હોત તો આજે રાજ્યની સ્થિતિ કંઈક અલગ હોત. તેમણે જમ્મૂરિયત કશ્મીરિયત અને ઈન્સાનિયતને ટાંકી કહ્યંy કે તેમણે આ સૂત્રો સાથે કાશ્મીરના સમાધાનનો રસ્તો બતાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang