• મંગળવાર, 23 જુલાઈ, 2024

ઉત્તરપ્રદેશ : ઉન્નાવમાં ગોઝારી દુર્ઘટનામાં 18 યાત્રીનાં મોત

ઉન્નાવ, તા. 10 : ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે 5.15 વાગ્યે ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરનાં મોત થયાં હતાં. 19 ઘાયલ છે. મૃતકોમાં 14 પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી. આ અકસ્માત લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે પર બાંગરમઉ કોતવાલી પાસે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બસનો ડ્રાઇવર સાઇડનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઇ ગયો હતો. મુસાફરો બહાર  પડયા હતા, ત્યાં તેમનું મૃત્યુ થયું. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. રોડ પર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે.  પોલીસે જણાવ્યું કે, બસ દૂધનાં ટેન્કરને ઓવરટેક કરી રહી હતી. આ દરમ્યાન તે બેકાબૂ થઈ જતાં ટેન્કર સાથે અથડાતાં પલટી મારી ગઈ હતી. 18 મૃતકમાંથી 16ની ઓળખ હજુ થઈ નથી. 15 ઘાયલની બાંગરમઉ સીએચસીમાં સારવાર ચાલી રહી છે. ચાર ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang