ગાંધીધામ, તા. 25 : સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ
પર લાકડિયાની સીમમાં આવેલી એક હોટેલમાંથી રૂા. 4110ના પોષડેડા સાથે શખ્સની પોલીસે અટક કરી હતી. સામખિયાળી-રાધનપુર
ધોરીમાર્ગ ઉપર લાકડિયાની સીમમાં આવેલી શિવકૃપા રાજસ્થાન હોટેલનો સંચાલક માદક પદાર્થ
વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં અઢી વર્ષથી ભાડાની
હોટેલ ચલાવતા મૂળ રાજસ્થાનના અર્જુનરામ કોજારામ બિશ્નોઈ નામના શખ્સને પકડી પાડી તેને
સાથે રાખી પોલીસે રસોડાની તપાસ કરી હતી તેમાં ઝબલાંમાંથી માદક પદાર્થ મળ્યો હતો. આ
પદાર્થ પોષડેડાની ભૂકી હોવાનો અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારીએ આપ્યો હતો. પકડાયેલા શખ્સ
પાસેથી રૂ. 4110નો 274 ગ્રામ પોષડેડા તથા દિલીપસિંહ વિરમજી સોલંકી નામનું લાઈટ બિલ, એક મોબાઈલ એમ કુલ રૂા. 34,110નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
તેણે આ માદક પદાર્થ કયાંથી લીધો હતો તે બહાર આવ્યું નથી.