ભુજ, તા. 25 : ઓનલાઇન છેતરપિંડીના બનાવો વધ્યા
છે. આ વચ્ચે માધાપરની મહિલાના બેન્ક ખાતામાંથી પણ જાણ બહાર અલગ-અલગ ટ્રાન્જેકશથી કુલ્લે
રૂા. 1.52 લાખ ઊપડી જતાં છેતરપિંડીની
ફરિયાદ નોંધાઇ છે. આજે માધાપર પોલીસ મથકે, જલારામનગર, માધાપરના જાગૃતિબેન મહેન્દ્રસિંહ વઢિયારે
નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 27-10થી 29-10 દરમ્યાન તેમના
બેન્ક ખાતામાંથી તેમની જાણ બહાર અલગ-અલગ ટ્રાન્જેકશનથી કુલ્લે રૂા. 1.52 લાખ કોઇ અજાણ્યા શખ્સે ઉપાડી
લીધા છે. પોલીસે આ ઓનલાઇન છેતરપિંડી અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.