ભુજ, તા. 25 : માંડવીમાં પાંચ વર્ષની બાળકી
સામે મુંદરાના શખ્સે અશ્લીલ ચેનચાળા કરતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે ગઇકાલે માંડવી
પોલીસ મથકે ફરિયાદી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 29-10ના સાંજે તેની પાંચ વર્ષની
દીકરી સામે આરોપી હરેશ દામજીભાઇ રાઠોડ (રહે. વેરાઇ કૃપા, લજેજા હોટેલની પાછળ, મુંદરા)એ
બદઇરાદે બાળકી સામે અશ્લીલ ચેનચાળા કર્યા હતા. પોલીસે બીએનએસ 296 (એ) તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન
ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ 2012ની કલમ 11 (1), 12 મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ
ધરી છે.