ગાંધીધામ, તા. 20 : ભચાઉમાં સામખિયાળીમાં ટોલ પ્લાઝા નજીક સર્વિસ રોડ પર એક કાર ચાલકને પકડી પાડી પોલીસે આ શખ્સ પાસેથી રૂા. 51,200નું હેરોઇન જપ્ત કર્યું હતું બીજી બાજુ અંજારના મોડવદરમાં ભાડાની દુકાનમાં ગાંજો વેંચતા શખ્સને પકડી પાડી પોલીસે રૂા. 12,950નો ગાંજો જપ્ત કર્યો હતો. સામખિયાળી ટોલ પ્લાઝા નજીક સર્વિસ રોડ પર નીકળનાર એક કારમાં માદક પદાર્થ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં ઊભેલા કાર નંબર જી.જે. 12. એફ.ઇ. 7444ની તપાસ કરાતા તેમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો કારમાં સવાર મૂળ સુથરી હાલે માધાપરમાં રહેતા અભયરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાને પૂછતાં આ પદાર્થ હેરોઇન હોવાનું તેણે જણાવ્યું હતું. બાદમાં એફએસએલ અધિકારીને બોલાવી ખરાઇ કરાવતા આ પદાર્થ માદક હોવાનો અભિપ્રાય અપાયો હતાકે. પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 51,200નું 2.56 ગ્રામ હેરોઇન તથા કાર, મહારાષ્ટ્રનું ડ્રાઇવિંગ લાયન્સન, પાનકાર્ડ રોકડ રકમ વગેરે રૂા. 5,66,200નો મુદ્માલ જપ્ત કરાયો હતો પોતાને નસાની આદત હોવાથી નાની ચિરઇ નજીક ઢાબાના સંચાલક પ્યારેસંગ પાસેથી નશો ખરીદીને તેનું સેવન કરતો હોવાનું તેણે જણાવ્યું હતું. અને હાલમાં પણ રૂા. 15,000માય 3 ગ્રામ હેરોઇન લઇ તેમાંથી અમુક ભાગનો નશો કર્યો હોવાની કેફીયત તેણે પોલીસને આપી હતી. આ પ્યારેસંગને પકડી પાડવ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ મોડવદર નજીક શ્રીદત ઇન્ડિયા પ્રા. લિમિટેડ કંપની પાસે આવેલી શ્રી મુરલીધર કિરાણા સ્ટોરમાં પોલીસે છાપો માર્યો હતો દુકાનમાંથી વરસામેડીના લાલજી તેજા ચાવડા નામના શખ્સને પકડી પાડી તેની પાસેથી રૂા. 12,950નો ગાંજો જપ્ત કરાયો હતો આ દુકાન પ્રવિણ તેજા ડાંગરની છે અને લાલજીના ભત્રીજી મનિષ માદેવા ચાવડાએ ભાડે રાખી છે. મનિષ બહાર હોવાથી લાલજી પોતાની સાથે ગાંજો લાવી દુકાનમાં વેંચાવા અર્થે રાખ્યો હતો. તેને ગાંધીધામ રેલવે મથક નજીક 22થી 25 વર્ષના હિન્દી ભાષી શખ્સે આ પદાર્થ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ હિન્દી ભાષીને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.