• રવિવાર, 22 નવેમ્બર, 2026

મહિલા હોકી ચેમ્પિયન્સમાં મલેશિયા સામે ભારતનો 4-1 ગોલથી વિજય

ભોપાલ, તા. 20 : વર્તમાન ચેમ્પિયન ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય સાથે શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટના પહેલા મેચમાં ભારતીય મહિલા હોકી ટીમનો મલેશિયા વિરુદ્ધ 4-1 ગોલથી શાનદાર વિજય થયો છે. ભારત તરફથી મુમતાઝ ખાને 20મી મિનિટે, કપ્તાન સલીમા ટેટેએ 3પમી, પુજા સાહૂએ 39મી અને લાલરેમસિયામીએ 49મી મિનિટે ગોલ કર્યાં હતા. મલેશિયા તરફથી એકમાત્ર ગોલ 19મી મિનિટે થયો હતો. ભારતીય મહિલા ટીમ હવે શનિવારે મજબૂત દ. કોરિયા ટીમ સામે ટકરાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd