• રવિવાર, 22 નવેમ્બર, 2026

એક અબજ પાંચ કરોડની મ્યુલ ખાતાંની છેતરપિંડીના ભુજના બે આરોપી જબ્બે

ભુજ, તા. 21 : એકાદ વર્ષ પૂર્વે ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે દેશભરમાં થયેલી ઓનલાઈન 40 છેતરપિંડીના એક અબજ પાંચ કરોડથી ઉપરની રકમ ભુજમાં એક ખોટી પેઢી ઊભી કરી તેના બેંક ખાતાંમાં જમા થયાનો પર્દાફાશ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસમાં ભુજના અન્ય બે આરોપીની સંડોવણી ખૂલી હતી જે નાસતા-ફરતા હતા જેને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડયા છે. આ ચકચારી બનાવની વિગતો મુજબ ગત તા. 11/12/25ના એલસીબી સાયબર સેલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભુજના આર.ટી.ઓ. સર્કલ બ્રાન્ચ એચ.ડી.એફ.સી. બેન્કના ખાતાધારક શુભમ હર ડાભીનાં ખાતાંમાં અધધધ રૂા. 1,05,12,52,826ની દેશભરમાં થયેલી 40 ઓનલાઈન છેતરપિંડીના નાણાં જમા થયાનું સામે આવ્યું હતું. ક્રિષ્ના ટ્રેડર્સ નામની બોગસ પેઢી ઊભી કરી તે નામે ખાતું ખોલાવ્યું હતું. જે-તે સમય શુભમ ઉપરાંત જિગર મહેન્દ્રભાઈ પરગડુ (રહે. છાડુરા, તા. અબડાસા) અને બેન્કમાં કામ કરતા ભાવિક તેમજ તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ હતી.આ કેસની તપાસમાં અકરમ અલીમામદ ખલીફા (રહે. કેમ્પ એરિયા, ભુજ) અને ભૂમિત ભાવેશગર ગોસ્વામી (રહે. જેષ્ઠાનગર, હાલે વોકળા ફળિયા, ધાટિયા શેરી, ભુજ)ની સંડોવણી ખૂલી હતી. આમ આ કેસના નાસ્તા-ફરતા બન્ને આરોપીને પશ્ચિમ કચ્છની પેરોલ ર્ફ્લો સ્ક્વોડે ઝડપી પાડયા છે. આ કામગીરીમાં સ્કવોડના ઈન્ચાર્જ પીએસઆઈ ડી.બી. લાખણોત્રા, એએસઆઈ હરિલાલ બારોટ, હે.કો. કનકસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, બલવંતસિંહ જાડેજા, કોન્સ. અશોકસિંહ ઝાલા, ટેકનિકલ સર્વેલન્સ હે.કો. વિજયસિંહ જાડેજા જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd