• રવિવાર, 22 નવેમ્બર, 2026

કચ્છી દાતાનું જીવન સમષ્ટિના હિતમાં હતું

મોટા ભાડિયા (તા. માંડવી) તા. 21 : તાલુકાના નાના ભાડિયા ગામના વતની અગ્રણી ઉદ્યોગપતિ તથા જાણીતા સમાજસેવી ચંદ્રકાંતભાઈ ગોગરીનું તાજેતરમાં અવસાન થતાં શનિવારે તેમના વતનમાં સમસ્ત જૈન મહાજન દ્વારા પ્રાર્થના અને ગુણાનુવાદ સભા યોજાઈ હતી. આશીર્વચન આપતાં નરેશમુનિ મ.સા.એ જણાવ્યું હતું કે, ચંદ્રકાંતભાઈનું જીવન સમષ્ટિ માટે અજવાળા પાથરવા એ એમનો જીવનધર્મ હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું કે, તેમના દેહરૂપી વાજિંત્રમાંથી હંમેશાં સેવાની સરવાણી વહી હતી. નાના ભાડિયા જૈન મહાજનના પ્રમુખ વિજયભાઈ મામણિયાએ જણાવ્યું કે, તેમનું જીવન પરોપકારી અને બીજાના દુ:ખ દૂર કરવા સાથે સંકળાયેલું રહ્યું હતું. ભજનાનંદી પાલુભાઈ ગઢવીએ કહ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં તેમના નોંધનીય પ્રદાન અવિસ્મરણીય રહેશે. સમાજસેવિકા સુષ્માબેન આયંગરે તેમનાં જીવનમાં સદાય પ્રસન્નતાનાં દર્શન થતાં હોવાની વાત કરી હતી. વીઆરટીઆઈ માંડવીના ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અન્યોને સમાજસેવાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડયું હતું. તા. પં.ના માજી સભ્ય પુનશી ગઢવીએ કહ્યું હતું કે, અબોલ જીવો પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે તેમાંય કન્યા કેળવણી પ્રત્યે તેમને વધારે લગાવ હતો. સર્વ સેવા સંઘ-ભુજ અને કવીઓ જૈન મહાજન ભુજના પ્રમુખ જિગરભાઈ છેડા, સરપંચ પ્રવીણભાઈ ગોગરી, અગ્રણી પ્રવીણ રાંભિયા, મનીષભાઈ ગોગરી, ઓજસમુનિ મ.સા., અદાણી કંપનીના કોર્પોરેટ હેડ ભાવેશભાઈ ડોડા, ડો. કૌશિકભાઈ શાહ, જિ.પં. સદસ્ય વાલજીભાઈ સંગાર, ભુજના વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઈ ગઢવી, હસમુખ અબોટી  `ચંદન', ભચાઉ પાલિકાના પ્રમુખ પેથાભાઈ, ભાજપ કિસાન મોરચાના પ્રદેશમંત્રી રાણશીભાઈ ગઢવી,  જૈન સમાજના આગેવાન હિરેનભાઈ સાવલા, માંડવી તા. ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માજી પ્રમુખ અમૂલભાઈ દેઢિયા,  તા. પં.ના સદસ્યો ખેરાજભાઈ ગઢવી, કીર્તિભાઈ ગોર, ધીરજભાઈ છેડા `એકલવીર', કાંડાગરાના સરપંચ  દેવલબેન ગઢવી, એડવોકેટ હરિઓમભાઈ અબોટી, માંડવીના અગ્રણી દિનેશભાઈ શાહ, પત્રકાર જયેશભાઈ શાહ સહિતનાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ધ્રબુડી તીર્થધામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ ગોર, ટ્રસ્ટી નટુભા જાડેજા, અદાણી ફાઉન્ડેશનના હેડ કિશોરભાઈ ચાવડા, જૈન મહાજન મહિલા મંડળના  રંજનબેન પ્રવીણ, મંજુલાબેન ગાલા, અલ્પાબેન ગોગરી, લતાબેન મારૂ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં માજી સરપંચો દિનેશગર ગોસ્વામી, ઓસમાણભાઈ લંગા, જળસંચયના દેવાંધભાઈ ગઢવી, કરસનભાઈ ગઢવી સહિતનાઓ સહયોગી રહ્યા હતા સંચાલન લાલભાઈ રાંભિયાએ અને આભારવિધિ મંગલભાઈ ગઢવીએ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd