• રવિવાર, 22 નવેમ્બર, 2026

દુધઇને 15 દિવસે નર્મદાનું પીવાનું પાણી પહોંચતું કરવા સૂચના

દુધઇ (તા. અંજાર), તા. 21 : આ ગામની જિલ્લા કલેક્ટરે મુલાકાત લઇ વિકાસકામો અને આરોગ્ય ખાનગી કામગીરીની ચકાસણી કરી હતી. લોકોએ  વિવિધ મુશ્કેલીઓ રજૂ કરતાં ઉકેલ માટે સંબંધિત તંત્રોને સૂચના અપાઇ હતી. પીવાનાં પાણીની રજૂઆત અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ નર્મદા કેનાલનું પીવાનું પાણી ફિલ્ટર થયેલું 15 દિવસમાં પહોંચતું કરવા જણાવ્યું હતું. આરોગ્ય ખાતાને અલગ અલગ કેમ્પ યોજીને ટીબી અને સ્વાસ્થ્યલક્ષી પગલાં લેવા સૂચના આપી હતી. રસ્તાના મંજૂર થયેલા કામના ટેન્ડર જાન્યુઆરીમાં મંજૂરી કરી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત વિકાસકામો માટે લેખિત જાણ કરવા જણાવ્યું હતું. દુધઇના સરપંચ મીનાબેન કોઠીવાડ, જૂથ ગ્રા.પં.ના તલાટી સુખદેવ ગઢવી, સભ્યો રાધુભાઇ આહીર, ઇશ્વરભાઇ પટેલ, અશ્વિનસિંહ ઝાલા, સરદારખાન પઠાણ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે ગામમાં આવી પ્રશ્નોના નિરાકરણ કરવા બદલ આગેવાનોએ આભાર વ્યકત કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ મુલાકાતમાં અંજારના નાયબ કલેક્ટર એસ. જે. ચૌધરી, મામલતદાર ભગવતીબેન ચાવડા, ટીડીઓ, પુરવઠા શાખાના અધિકારીઓ, આરોગ્ય ખાતાની ટીમ સાથે રહી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd